લગ્ન માટે હરીશ સાલ્વે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા
મોટી ઉંમરે લગ્ન કરવાનું હાલ સામાન્ય વાત થઈ ગઈ છે. દેશના પૂર્વ સોલિસિટર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલ 65 વર્ષિય હરીશ સાલ્વે (Harish Salve) લંડનમાં બીજા લગ્ન કર્યા છે. હરીશ સાલ્વેએ તાજેતરમાં પોતાની પહેલી પત્ની મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપ્યા છે. સાલ્વે લંડનમાં પોતાની મિત્ર કૈરોલીન બ્રોસાર્ડ (Caroline Brossard) સાથે લગ્ન કર્યા છે. બંનેના આ બીજા લગ્ન છે.
કોણ છે કૈરોલીન બ્રોસાર્ડ ?
સાલ્વે અને કૈરોલીન બંનેને પહેલા લગ્નથી બાળકો છે. 56 વર્ષીય કૈરોલીન 18 વર્ષની એક દીકરીની માં છે અને પોતે કલાકાર છે. કૈરોલીનની એક પ્રદર્શનમાં સાલ્વે સાથે તેમની મુલાકાત થઈ હતી. ધીમે ધીમે બંને દોસ્ત બન્યા હતા હવે લગ્નગ્રંથીએ જોડાવા જઈ રહ્યા છે. સાલ્વેએ કૈરોલીન સાથે લગ્ન કરવા ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે.આજે તેઓ ચર્ચમાં ખ્રિસ્તી વિધિ મુજબ લગ્ન કરશે. હરીશ સાલ્વેના કહેવા મુજબ તેઓ છેલ્લા બે વર્ષથી ચર્ચમાં જાય છે.
ચીફ જસ્ટિસ અને સાલ્વે એક જ સ્કૂલમાં ભણ્યા
સાલ્વેના ઉછેર મહારાષ્ટ્રના નાગપુરમાં થયો છે. નોંધનીય છે કે ચીફ જસ્ટિસ અરવિંદ બોબડે અને હરીશ સાલ્વેએ એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.બંને મહારાષ્ટ્રના નાગપુરમાં અભ્યાસ કર્યો છે. સાલ્વેના પિતા એનકેપી સાલ્વે (NKP Salve) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા કોંગ્રેસના સદસ્ય પણ હતા.
અંબાણી-ટાટાના કેસ લડ્યા છે સાલ્વે
હરીશ સાલ્વે દેશના ખૂબ ચર્ચીત કેસો લડ્યા છે. તેમણે મુકેશ અંબાણી, રતન ટાટા, આટીસી હોટલ,પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવ, વોડાફોન અને સલમાન હિટ એન્ડ રન કેસ પણ લડી ચૂક્યા છે. હરીશ સાલ્વે 1976માં દિલ્હી આવ્યા હતા. 2002 સુધી તે વરિષ્ઠ વકીલ અને પછી સોલિસિટર જનરલ (Solicitor General for India) રહ્યાં. 2003માં સાલ્વેને આંતરરાષ્ટ્રિય મામલામાં વકીલાત કરી.તે પછી તેઓ લંડનમાં રહેવા લાગ્યા.2013માં ઇંગ્લીશ બાર કાઉન્સિલમાં તેમની નિમણૂક કરવામાં આવી.લોકડાઉન દરમિયાન પણ સૌથી વ્યસ્ત રહ્યા હતા.