ગાંધીના ગુજરાતમાં સરકાર ભલે દારૂબંધીની વાતો કરતી હોય પરંતુ આ વાતો જાણે કાગળ સીમિત જ રહી ગઈ હોય તેમ જાણવા મળી રહ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં જોઈએ તેટલો અને જોઈએ તેવી બ્રાન્ડનો દારૂ મળી આવે છે.જરૂર છે ફક્ત રૂપિયા ફેકવાનો.
સુરતના ઉધના વિસ્તારમાં બુટલેગરોને જાણે પોલીસનો હાઉ ન રહ્યો હોય તેમ દેશી સહિત વિદેશી દારૂનું વેચાણ કરી રહયા છે.ઉધના ના બીઆરસી,મસ્તાન નગર,ઝીરો નંબર ઉપરાંત દેના બેન્ક પાછળ પાર્ષલ સિસ્ટમથી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની વાત જાણવા મળી છે. ઝીરો નંબર નો રામુ- કલ્લુ નામની જોડી વર્ષોથી દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ કરવામાં ચર્ચામાં રહેલા છે.અગાઉ પણ આ જોડી સામે પ્રોહીબિશન ની કાર્યવાહી રેલવે અને ઉધના પોલીસ સહિત વિવિધ શાખાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. એટલુ જ નહીં રામુ નામનો બુટલેગર પાસા હેઠળ પણ સજા ભોગવી આવ્યો છે .. .જો કે કેટલાક પોલીસ કર્મચારીઓને ફોડી આ જોડી હાલ પણ બિન્દાસ્ત દારૂનો વેપલો કરતા હોવાનું જાણવા મળે છે. ત્યારે સ્થાનિક પોલીસ ની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.
ઉધના વિસ્તારના મસ્તાન નગરમાં અજજુ નામના બુટલેગરને પોલિસ તરફથી જાને છુટ્ટો દૌર મળ્યો હોય તેમ દારૂનું પાર્સલ સહિત વેચાણ કરી રહ્યો છે.તો ઉધના દેના બેન્ક પાછળ મુમતાઝ ના છોકરો પણ પાર્સલ સિસ્ટમ થી આવતા ગ્રાહકોને દારૂનું વેચાણ કરી રહ્યો છે. બીજી તરફ બીઆરસી ખાતે મુકેશ મારવાડીનો દારૂનો ધંધો ફૂલીફાલી રહ્યો છે.ઉધના ચાર નંબર ખાતે સોહિલ નામનો શખ્સ જુગારની ક્લબ ચલાવતો હોવાની ચર્ચા ચાલી રહી છે…આ સિવાય “લાલો” નામનો શખ્સ ઉધના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાવાળાઓને વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડતો હોવાનું પણ જાણવા મળે છે. ઉધના વિસ્તારમાં આવા અસંખ્ય છૂટક દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે,છતાં ઉધના પોલીસને આ બદી શા માટે નજરે નથી ચઢી રહી તે સવાલ ઉભો થઇ રહ્યો છે. પરંતુ એક વાત અહીં ચોક્કસ કહી શકાય કે ઉધના વિસ્તારમાં રૂપિયા ફેંકો તેવી દારૂની બ્રાન્ડ સહેલાઈથી મળી જાય છે. જો કે સરકારે ભલે દારૂબંધીન કડક કાયદા બનાવ્યા હોય ,પરંતુ દારૂબંધીની આ વાતો બુટલેગરો ધોળીને પી ગયા હોય તેવી લોકચર્ચાઓ ઉઠી રહી છે.