પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની આજે પહેલી પુણ્યતિથિ ઉપર યાદ કરવામાં આવી રહ્યા છે. 6 ઓગષ્ટ 2019 ના રોજ તેમના અચાનક મૃત્યુના સમાચાર સાંભળી આખો દેશ શોકમાં ડુબી ગયો હતો. સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ અને તેની દિકરી બંસુરીએ આજે ટ્ટિટના માધ્યમથી સુષમા સ્વરાજને યાદ કર્યા હતા અને ખુબ ભાવુક સંદેશો આપ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર કેન્દ્રીય મંત્રી, ભાપના નેતાઓ અને અન્ય દળના નેતાઓએ યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમને ભારતના વિદેશમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેમની દીકરી બંસુરીએ ટ્ટિટ કરીને કહ્યુ કે માં તમે મારી શક્તિના રૂપમાં મારી સાથે છવો. કૃષ્ણ મારી માં નુ ધ્યાન રાખે છે. સુષમા સ્વરાજ વિદેશમાં ફસાયેલા લોકો માટે ઘરે પહોંચવાનો જરીયો હતા. નરેન્દ્ર મોદી પણ તેના મૃત્યુના સમાચાર સાંભળી ખુબ ભાવુક થયા હતા અને કહ્યુ કે હુ તેઓ પાસેથી સતત શીખતો આવ્યો છુ.
