મુંબઇઃ ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે સાધારણ સુધારા સાથે બંધ થયા હતા સોમવારે સેન્સેક્સ સેશન દરમિયાન 50318ની ઉંચી સપાટીને સ્પર્શ્યા બાદ અંતે 36 પોઇન્ટના સુધારામાં 50441ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટીએ પણ એ કામકાજ દરમિયાન 15111ની ઉંચી સપાટીને ટેસ્ટ કરી હતી પરંતુ પ્રોફિટ બુકિંગના પ્રેશરથી તે માત્ર 18 પોઇન્ટ વધી 14956ના સ્તરે બંધ થયો હતો.
સોમવારે બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંથી 16 બ્લચિપ સ્ટોક ઘટ્યા હતા. જેમાં એચડીએફસી, બજાજ ઓટો, સિમેન્ટ, ઇન્ડ્સઇન્ડ બેન્ક અને બજાજ ફાઇનાન્સના શેર ટોપ-5 લૂઝર બન્યા હતા. તો બેન્ચમાર્ક નિફ્ટીના 50માંથી 23 શેર ઘટ્યા હતા. આજે બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 47 પોઇન્ટ વધીને 35275ના મથાળે બંધ થયો છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીયે તો આજે કેપિટલ ગુડ્સ અને મેટલ ઇન્ડેક્સમાં મજબૂતી અને ઓઇલ-ગેસ ઇન્ડેક્સમાં તેજી જોવા મળ્યો હતી. બીએસઇ ખાતે કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધી 1.7 ટકા, મેટલ ઇન્ડેક્સ, 1.1 ટકા અને ઓઇલ-ગેસ 1.6 ટકા વધ્યા હતા. તો બીજી બાજુ રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 1 ટકા તૂટ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ સાધારણ સુધર્યા હતા. આજે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન નજીવી વધીને 207.86 લાખ કરોડ રૂપિયા થઇ હતી. બીએસઇ ખાતે આજે 1729 કંપનીના શેર વધીને જ્યારે 1415 કંપનીના શેર ઘટીને બંધ રહેતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહીહતી.