મુંબઇઃ શુ તમે ઓછી રકમથી સોનામાં મૂડીરોકાણ કરવાનું વિચારો છો? તો મારી પાસે સોનામાં રોકાણ કરવાની એક ઉત્તર તક આવી રહી છે જેમાં તમે ઓછા નાણાથી રોકાણ કરી શકો છો. તમે સોવરિન ગોલ્ડ બોન્ડનું નામ તો સાંભળ્યુ જ હશે. સોવરિન ગોલ્ડ બોન્ડ એ નાના રોકાણકારો માટે સોનામાં રોકાણ કરવાનો ઉત્તમ વિકલ્પ છે.
આ તારીખે ખૂલી રહ્યો છે ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ અને ભાવની વિગત
હાલ સોનાના ભાવ અતિશય વધી જતા દરેક વ્યક્તિ પાસે આટલા બધા રૂપિયા હોય તે જરૂરી નથી. આથી તમે ગોલ્ડ બોન્ડમાં માત્ર 5000 રૂપિયાથી મૂડીરોકાણ શરૂ કરી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડનો નવો ઇશ્યૂ સોમવારથી ખૂલી રહ્યો છે. સોવરિગન ગોલ્ડ બોન્ડની 11મી સિરિઝ ફેબ્રુઆરી મહિનામાં ફરી શરૂ થઇ રહી છે અને તે 1 થી 5 ફેબ્રુઆરી 2021 સુધીના 5 દિવસ દરમિયાન રોકાણ માટે ઉપલબ્ધ છે. સોવરિન ગોલ્ડ બોન્ડનો આ 11મો ઇશ્યૂ છે. સોવરિન ગોલ્ડ બોન્ડના આ નવા ઇશ્યૂ માટે પ્રતિ ગ્રામ માટેનો ભાવ 4912 રૂપિયા નક્કી કરાયો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમીટેડ દ્વારા કામકાજના છેલ્લા ત્રણ દિવસોમાં 999 શુદ્ધતાના સોનાના સરેરાશ ભાવના આધારે ઇશ્યૂ ભાવ નક્કી કરવામાં આવે છે. અગાઉ જાન્યુઆરીમાં આવેલ સોવરિન ગોલ્ડ બોન્ડની સિરીઝ માટે ઇશ્યૂ પ્રાઇસ 5104 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરાઇ હતી. બોન્ડ 5 વર્ષ બાદ એક્ઝિટ ઓપ્શન સાથે 8 વર્ષની અવધિ માટે છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ તમે એક ગ્રામ સોનામાં રોકાણ કરી શકો છો. તમે અહીં એક વર્ષમાં ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ 500 ગ્રામ સોનું ખરીદી શકો છો. ખાસ વાત એ છે કે, ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાથી તમને ટેક્સ છૂટ પણ મળે છે. સાર્વભૌમ ગોલ્ડ સ્કીમને તમે તમારા બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પસંદગીની પોસ્ટ ઓફિસ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અથવા બોમ્બે સ્ટોક એક્સચેન્જથી ખરીદી શકો છો.