ગાંધીનગર, 24 નવેમ્બર 2020
ગુજરાતના સોમનાથ મંદિર પાસેના ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડુત અરશીભાઇ હમીરભાઇ રામ સોમનાથથી દિલ્હી સુધી 1400 કિલોમીટર સાયકલ પર ન્યાય યાત્રાએ નિકળ્યા છે. પોતાને થયેલા અન્યાય માટે ન્યાય મેળવવા તેઓ સરકારની બંધ આંખો ખોલશે. રામની યાત્રા દિલ્હી સુધીની છે. ભગવાન રામની યાત્રા લંકામાં રાવણ રાજ ખતમ કરવાની હતી.
18 વર્ષથી લડત લડી રહ્યો છું
અરશીભાઈ રામે જણાવ્યું હતું કે વર્ષ-2002થી મારી માંગણીઓની લડત આપી રહ્યો છું. મારી જમીનને કૌભાંડ રચી પડાવી લેવામાં આવી છે. 18 વર્ષથી મામલતદાર, કલેકટર સહિત ગાંધીનગર સુધી રજૂઆતો કરી ચૂક્યો છું પરંતુ હજુ સુધી મને ન્યાય મળ્યો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી મને જરૂર ન્યાય અપાવશે તેવી અપેક્ષાએ મેં સાયકલ પ્રવાસ શરૂ કર્યો છે.
વાવડી ગામેથી થોડાક સમય પહેલા ગાંધીનગર સચીવાલય સુધીની સાયકલ યાત્રા કરેલ અને ત્યારે આશવાસન મળેલ પણ હજી સુધી પોતાના પ્રશ્ર્નોનુ નીરાકલણ ના આવતા તારીખ 24/11/2020 ને મંગળવારના રોજ પોતાના ખેતીની જમીન ને લગતા વણઉકેલ પ્રશ્ર્નો ના નીરાકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ને મળવા માટે પોતાના વાવડી ગામેથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા નીકળેલ છે.ખેડુત ના પુત્ર નાતે અરશીભાઇ હમીરભાઇ રામ ને બનતી મદદ કરવા વિનંતી. તેનો મોબાઈલ નંબર છે. તેમનો મોબાઇલ ફોન નંબર 9904900754 છે.
65 વર્ષીય વૃદ્ધે જમીન બાબતે થયેલી છેતરપિંડી બાબતે ન્યાયની અપેક્ષાએ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર સુધી 448 કિ.મીનો સાયકલ પ્રવાસ શરૂ કર્યો છે. વૃદ્ધ ખેડૂત ત્રીજા દિવસે લીંબડી પહોંચી આવ્યાં હતા. લીંબડીના ખેડૂતોએ અરશીભાઈને સન્માનિત કર્યા હતા઼.
સુત્રાપાડા તાલુકાના વાવડીના ખેડૂત અરશીભાઈ હમીરભાઈ રામ સાથે છેતરપિંડી કરી તેમની જમીન પડાવી લેવાતા ન્યાય મળે તે માટે તા.4 સપ્ટેમ્બરના રોજ સવારે 3 વાગ્યે સાયકલ લઈ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા નીકળી ગયા હતા. વિરપુર અને ચોટીલા રાત્રી વાસ કર્યો હતો. તા.6 ઓગસ્ટે અરશીભાઈ 319 કિ.મી સફળ ખેડી લીંબડી છાલીયા તળાવે આવતાં બાબુભાઈ સોલંકી, હરિભાઈ જાદવ સહિત ખેડૂતોએ તેમને સુતરની આંટી પહેરાવી સન્માનિત કર્યાં હતા.