જે ખેડૂતોએ ચોમાસાના વરસાદ પહેલાં સિંચાઈ કરીને આગોતરો કપાસ વાવેલો એવા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 6 લાખ હેક્ટર બીટી કપાસમાં ગુલાબી ઈયળ ત્રાટકી છે. ગંભીર બાબત એ છે કે, આવતાં વર્ષે ખેડૂતો જો આગોતરું વાવેતર કરશે તો ગુલાબી ઈયળ વધારે ખતરો બની શકે છે. તેથી આવતાં વર્ષે વરસાદ પહેલાં 6-7 લાખ હેક્ટરમાં કપાસ ઉગાડશે તે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 2018માં કૃષિ નિયામકે દાવો કર્યો હતો કે 2016, 2017 અને 2018માં એમ 3 વર્ષમાં ગુલાબી ઈયળને અંકૂશમાં લાવી લીધી છે. પણ ફરી બે વર્ષ પછી નુકસાની વધી છે.
હાલ ગુલાબી ઈયળને કપાસને ભારે મોટું નુકસાન કરી દીધું છે. સામાન્ય રીતે માન્યતા એવી છે કે બીટી કપાસમાં કોઈ ઈયળ જીવી શકે નહીં. તેના પાન ખાય એટલે બેભાન થઈને મરી જાય છે. પણ એવું નથી તે માત્ર લીલી ઈયળ થતી નથી. પણ ગુલાબી ઈયળ તો ભારે નુકસાન કરે છે. આ વખતે વ્યાપક પ્રમાણમાં ગુલાબી ઈયળ આવી જતાં કરોડો રૂપિયાનો કપાસ ખરાબ થઈ ગયો છે.
જીંડવામાં નુકસાન
ગુલાબી ઈયળ ઈંડામાંથી નીકળીને વિકસાત જીંડવામાં કાણું પાડીને અંદર જાય છે. તેથી તેને કોઈ જંતુનાશક દવા કામ કરતી નથી. આ એટલા માટે થયું કે દિવસો સુધી વરસાદ રહ્યો હોવાથી ખેડૂતો ખેતમાં જઈ શક્યા ન હતા તેથી ગુલાબી ઈયળને મારવા માટે જંતુનાશક દવા છાંટી શક્યા ન હતા.
જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.એચ એસ ગોધાણી, કેપી બારૈયાએ ખેડૂતોને સાવધા કર્યા છે કે જે ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર કરેલું છે ત્યાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધારે છે. કારણ કે જમીનમાં રહેલાં કોસેટોને સૌથી પહેલાં જ્યાં અનુકુળ વાતાવરણ મળે ત્યાં ઈંડા મૂકે છે. તેથી આવતા વર્ષે કપાસનું આગોતરું વાવેતર ખેડૂતોએ ન કરવું.
ફોરમેન ટ્રેપ ઉપાય
દવાનો છેટકાવ કરતાં પહેલાં ફેરોમેન ટ્રેપ લગાવવી. લાઈટ ટ્રેપ લગાવવી, બ્યુવેરીયા બેસીયાના 80-100 ગ્રામ એક પંપમાં છાંટવી. 10 ફૂદા જોવા મળે તો ઈંડા નાશક દવા પ્રોફેનોફોસ 40 ટકા ઈસી અને સાયપરમેન્થ્રીન 4 ટકા ઈસી 15થી 20 મી.લી.નો એક પંપમાં છંટકાવ કરવો. કપાસની સાંઠીઓનો ભૂકો કરીને ખાતર બનાવવામાં આવપરવી. રાખી મૂકવી નહીં. છેલ્લું પિયત આપવું નહીં. ખેતરમાં બકરા ચરાવવા મૂકવું.
આગોતરો કપાસ
જેમાં 1 જૂન 2020માં 13 હજાર હેક્ટર કપાસનું આગોતરું વાવેતર થયું હતું. જેમાં જૂનાગઢ, અમરેલી, સોમનાથ, જામનગર અને સુરેન્દ્રનગર આગળ હતા.
ચોમાસુ શરૂ થાય તે પહેલાં 15 જૂન 2020 સુધીમાં કપાસનું 6 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું હતું. જે 90 ટકા વાવેતર સૌરાષ્ટ્રનું હતું. અમરેલીમાં 2 લાખ હેક્ટર કપાસનું સૌથી વધું આગોતરું વાવેતર થઈ ગયું હતું. ત્યાર પછી ભાવનગર 82 હજાર હેક્ટર, રાજકોટ 82 હજરા હેક્ટર, બોટાદમાં 43 હજાર હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. સૌરાષ્ટ્રના તમામ 11 જિલાઓમાં આ રીતે કપાસ ઉગાડી દેવામાં આવ્યો હતો.
13 જૂલાઈ 2020 સુધીમાં કપાસનું 20 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું હતું. જે 2019માં 21 લાખ હેક્ચર હતું. જેમાં સૌથી વધું અમરેલીમાં 3.3 લાખ વાવેતર હતું. ભાવનગરમાં 2.24 લાખ હેક્ટર હતું. રાડક્ટોમાં 2 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું હતું. આમ સૌરાષ્ટ્રમાં 14.50 લાખ હેક્ટર કપાસનું વાવેતર હતું જેમાં 12 લાખ હેક્ટર તો બીટી કપાસનું હોવાનો અંદાજ છે.
કપાસીયા તેલમાં ગુલાબી ઈયળ
ગુજરાતમાં કપાસીયામાંથી તેલ કાઢવામાં આવે છે. જેમાં ગુલાબી ઈયળ મોટા પ્રમાણમાં આવે છે. જેને દૂર કર્યા વગર કેટલાંક તેલ મીલો તેલ કાઢીને ખાવા આપી દે છે. તેથી સાવધ રહેવું. તેથી જીનીંગ મીલોએ કચરો સળગાવી દેવો કે ખાતર બનાવી નાંખવું.
કારણો
જીંડવામાં લાખલ થયા પછી કાણું પૂરાઈ જાય છે. જીંડવા, ફૂલ કે ભમરી ખરી પડે છે. રૂ પીળું પડે છે. ગુણવત્તા ખરાબ થાય છે, તેલના ટકા ઓછા થઈ જાય છે. બીજની સ્ફૂરણ શક્તિ ઘટી જાય છે. તેથી જીનીંગમાં ઘટાડો થાય છે. તેલમાં ખરાબો થાય છે. કપાસના છોડમાં પાછળની અવસ્થામાં ગુલાબી ઈયળ વધું હોય છે. જીનીંગ ફેક્ટરીમાં નિકળતા કપાસિયામાં જીવાત રહી જાય છે.