ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ઇન્ડેન ગેસ સિલિન્ડરનું બુકિંગ હવે ગ્રાહકોને મિસ્ડ કોલ આપીને કરી શકાશે. આ સુવિધા શુક્રવારે શરૂ કરવામાં આવી છે. નવા ગેસ સિલિન્ડર માટે ઇન્ડેનના ગ્રાહકોએ 8454955555 પર મિસ્ડ કોલ કરવા પડશે અને ગેસ સિલિન્ડર તેમના ઘરે પહોંચાડવામાં આવશે. ભુવનેશ્વરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેનો શુભારંભ કર્યો હતો.
મિસ્ડ કોલની સુવિધાગેસ બુકિંગને સરળ બનાવશે. ગ્રાહકોને સામાન્ય કોલમાં વસૂલવામાં આવતી ફીમાંથી પણ બચાવી શકાશે. આ નવી સુવિધાથી ખાસ કરીને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને સુવિધા મળશે. તેનાથી સમયની પણ બચત થશે. ભુવનેશ્વરથી શરૂ થયેલી આ યોજના ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીએ ગેસ સિલિન્ડર ડિસ્ટ્રિબ્યુટર્સને થોડા કલાકોમાં સિલિન્ડર સપ્લાય કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરના ઓક્ટાન 100 પેટ્રોલનું ઇન્ડિયન ઓઇલ વેરિએન્ટ XP100નો બીજો તબક્કો પણ લોન્ચ કર્યો હતો.