બોલીવુડ એક્ટર્સ શ્રદ્ધા કપૂરની આવનારી ફિલ્મ ” હસીના : ધ કવીન ઓફ મુંબઈનું નવુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે,આ નવા પોસ્ટરમાં શ્રદ્ધા કપૂર બુર્ખામાં નજર આવી રહી છે, પોસ્ટર પર લખ્યુ છે, અઠિયાસી કેસ દર્જ હો પર કોર્ટ મે હાજીર સિર્ફ એક વાર.
આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વા લખિયા કરી રહ્યા છે, અને નાહીદ ખાન આ ફિલ્મના પ્રોડ્યૂસર છે, આ ફિલ્મમાં સિદ્ધાંત દાઉદ ઇબ્રાહિમના રોલમાં જોવા મળશે, અને શ્રદ્ધા એમની બહેન હસીના પાર્કરના રોલમાં ભૂમિકા નિભાવી રહી છે, આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ખુબજ બોલ્ડ અને બેખોફ અંદાજમાં જોવા મળશે.
ગૌરતબલમાં હસીના પાર્કરનું 6 જુલાઈ 2014માં મોત થયુ હતુ, હસીના પર 88 કેસ રજીસ્ટર હતા પરંતુ તે પોતાના જીવનમાં એક વાર કોર્ટ ગઈ હતી, મીડિયા દ્રારા જાણકારી મળી હતી કે હસીના પોતાના ભાઈની 1000 કરોડની અંડરવર્લ્ડ એમ્પાયરને સંભાળતી હતી, ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીટમાં પહેલી વાર રિયલ લાઈફ ભાઈ બહેન પરદા પર ભાઈ બહેનના રોલમાં જોવા મળશે.
શ્રદ્ધા આ ફિલ્મમાં ચાર અલગ અલગ લુકમાં જોવા મળશે,ફિલ્મમાં શ્રદ્ધા કપૂર એક ટીનેજર થી લઈ એક બાળકની માતાની ભૂમિકામાં નજર આવશે.