ભારતની સ્ટાર યુવા સ્પ્રિન્ટર હિમા દાસે 15 દિવસના ગાળામાં ચોથો ગોલ્ડ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો છે. ચેક પ્રજાસત્તાક ખાતે ટેબોર ઍથ્લેટિક્સ મીટમાં હિમાઍ 200 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની સાથે વીકે વિસ્મયાઍ પણ પોતાનું પ્રદર્શન સુધારીને સિલ્વર મેડલ જીતી લીધો હતો. આ ઉપરાંત પુરૂષોની 400 મીટરની દોડમાં નેશનલ રેકોર્ડ હોલ્ડર મહંમદ અનસે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો.
હિમાઍ 200 મીટરની રેસ 23.25 સેકન્ડમાં પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે વીકે વિસ્મયાઍ સીઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 23.43 સેકન્ડમાં રેસ પુરી કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. મહંમદ અનસે 400 મીટરની રેસ 43.50 સેકન્ડમાં પુરી કરી હતી. આ પહેલા 13 જુલાઇઍ પણ અનસે 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હિમાઍ 2 જુલાઇથી શરૂ થયેલી ગોલ્ડન ટુરમાં ચોથો ગોલ્ડ જીત્યો છે. સૌથી પહેલા તે પોલેન્ડમાં પોન્જોન ઍથ્લેટિકસ ગ્રાન્ડ પ્રિક્સમાં જીતી હતી, તો પછી 8 જુલાઇ પોલેન્ડમાં જ કુટનો ઍથ્લેટિક્સ મીટમાં બીજા ગોલ્ડ જીત્યો હતો. ત્યાર બાદ 13 જુલાઇઍ ક્લાડનો ઍથ્લેટિક્સ મીટમાં તેણે ગોલ્ડ જીત્યો હતો. અને હવે ટેબોર ઍથ્લેટિક્સ મીટમાં તેણે ચોથો ગોલ્ડ જીત્યો છે.