બાયો ડેટા કેટલા પાનાનો હોય.. એક ઉમેદવારે ૧૦૦ પાનાનો બાયોડેટા આપ્યો.
સામાન્ય રીતે નોકરી માટેનો બાયોડેટા બે ત્રણ પાનાનો હોય અને ચૂટણીમાં ઉમેદવારી માટેનો બાયો ડેટા તેનાથી વધારે તો ચાર કે છ પાનાનો હોય. જેમાં જે તે વ્યક્તિ કોણ છે તેને કેવા કર્યા છે, ક્યાં ફિલ્ડમાં કામ કર્યું છે અને તેટલા પાનાઓમાં પોતાની તમામ બાબતોને તેને ઉજાગર કરી હોય. ટૂંકમાં જે તે વ્યક્તિના વ્યક્તિત્વની ટૂંકમાં રજૂઆત- એટલે બાયોડેટા.
પરંતુ નવાઈ પમાડે તેવી બાબત એ છે કે કોંગ્રેસના એક ઉમેદવાર દ્વારા સો પાનાનો બાયો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે, જો કે આને બાયોડેટા કહેવા કરતા સો પાનાની એક નાનકડી પુસ્તિકા જ કહેવી વધારે યોગ્ય લેખી શકાય. પક્ષમાં મોવડી મંડળ સમક્ષ પોતાનો આ બાયો ડેટા રજુ કાર્ય બાદ જયારે નિરિક્ષકો તેમના વિસ્તારમાં અભ્યાસ માટે આવ્યા ત્યારે પણ ઉમેદવાર દ્વારા આ પુસ્તિકા બાયો ડેટા સ્વરૂપે તેમની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવતા આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
જો કે ઉમેદવાર ધ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે પોતાના બાયો ડેટાની સાથે સાથે આ ખાસ તૈયાર કરવામાં આવેલી પુસ્તિકામાં જે તે બેઠકનો સંપૂર્ણ ઈતિહાસ, અભ્યાસ, તેના તારણો તેમજ આ બેઠક જીતવા માટે કેવા પ્રકારની વ્યૂહ રચના અપનાવી શકાય તે સહિતની તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. આ ઉમેદવારનો બાયો ડેટા ભારે ચર્ચાનો વિષય બનવાની સાથે કેટલાકે એવી ટીપ્પણી પણ કરી હતી કે દરેક બેઠક ઉપર આવે એક ઉમેદવારનો તો આવો બાયો ડેટા હોવો જ જોઈએ જેથી પાર્ટી માટે ઘણી બાબતો સરળ બની જાય.