વિશેષ સંજોગ તરીકે મોટાભાગના જ્યોતિષ આને ગણે છે : શ્રાવણ માસની પૂર્ણાહુતિ ૭ ઓગસ્ટના દિવસે થશે.
૧૦મી જુલાઈથી ભગવાન શિવના પ્રિય મહિના શ્રાવણની શરૃઆત થઇ રહી છે. શ્રાવણ માસની શરૃઆત થયા બાદ શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ રહેશે. આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર રહેશે. તેને ખાસસંયોગ તરીકે ગણવામાં આવે છે. જ્યોતિષિઓના કહેવા મુજબ આ વર્ષે રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ રહેશે જે એક દુર્લભ સંજોગ તરીકે છે.
૧૦મી જુલાઈના દિવસે શ્રાવણની શરૃઆત થશે જ્યારે તેની પૂર્ણાહૂતિ પણ સોમવારના દિવસે સિદ્ધિ યોગ અને ચંદ્રગ્રહણની સાથે થશે. ૨૪મી જુલાઈના દિવસે પૂજ્ય નક્ષત્ર રહેશે. સિદ્ધિ યોગનો સમય ખુબ જ શુદ્ધ હોય છે.
સિદ્ધિયોગ એટલે પોતાનામાં સિદ્ધ અને વિશ્વાસ આ દિવસે કરવામાં આવેલી પૂજા, હવન યજ્ઞાનું ખાસ મહત્વ રહે છે. આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે. પાંચેય સોમવારના દિવસે વ્રત અને પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળશે. શ્રાવણ મહિનામાં બિલીપત્રોની પ્રથા રહે છે. ભગવાન શિવ બિલીપત્રોથી વધારે ખુશ થાય છે. સાથે સાથે આ વખતે વિશેષ યોગથી શ્રાવણ શુભકારી રહેશે. શ્રાવણ માસની પૂર્ણાહૂતિ ૭મી ઓગસ્ટના દિવસે સોમવારના દિવસે થશે. તે દિવસે રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ રહેશે. શ્રાવણના દરેક સોમવારના દિવસે વ્રત કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ખુબ મોટી રહે છે. પ્રથમ સોમવાર ૧૦મી જુલાઈના દિવસે જ્યારે બીજા સોમવારની તારીખ ૧૭મી, ૨૪મી, ૩૧મી અને ૫માં સોમવારે સાતમી ઓગસ્ટ રહેશે. ત્રીજા સોમવારે ૨૪મી જુલાઈના દિવસે પુજ્ય નક્ષત્રનો શુભ દિવસ રહેશે. ભગવાન શિવને દૂધ, દહીં, ગંગાજળ સહિતની પૂજાથી મનોકામના પૂર્ણ થાય છે.