નવી દિલ્હી : આધારકાર્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનાં એક દિવસ બાદ જ સીબીડીટીએ નિવેદન બહાર પાડીને આવકવેરા ધારકોને કહ્યું કે 1 જુલાઇથી આધારકાર્ડ બનાવવાની યોગ્ય ધરાવતા દરેક વ્યક્તિને આવકવેરા વિભાગ દાખલ કરવા માટે આધાર નંબર અથવા આધાર બનાવવા માટે આવેદન કર્યા બાદ એનરોલમેન્ટ નંબર જ આપવો જ પડશે.
સીબીડીટીએ તેમ પણ કહ્યું કે પાન નંબરની સાથે આધારને જોડવા માટે આવકવેરા વિભાગ લોકોને પોતાનો આધાર નંબરની માહિતી આપવી પડશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આધાર મુદ્દે અરજીકર્તાની સુનવણી કરતા લોકોને થોડી રાહત આપી હતી. હાઇકોર્ટે પાનકાર્ડની વહેંચણી અને આવકવેરા રિટર્ન દાખલ કરવા માટે આધારકાર્ડ ફરજીયાત કરવા અંગે આવકવેરા કાયદાનાં પ્રાવધાનને યોગ્ય ઠેરવ્યું પરંતુ તેની સંબંધિત અંગતતાનાં અધિરાય મુદ્દે સંવિધાનપીઠનો નિર્ણય થતા સુધી તેનાં અમલ પર આંશિક રોક લગાવી દીધી હતી.
ન્યાયમુર્તિ એ.કે સિકરી અને ન્યાયમુર્તિ અશોક ભૂષણની પીઠે આવકવેરા કલમાં 139 એએનો સમાવેશ કરવાનાં સંસદનાં અધિકારને પણ યથાવત્ત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે જો કે સ્પષ્ટ કર્યું કે તેણે અંગતતાનાં અધિકાર અને તેની સાથે જોડાયેલા કેટલાક પાસાઓ પર ધ્યાન નહોતુ આપ્યું. આધાર યોજના માનવિય ગરીમાને પ્રભાવિત કરે છે.