નવી દિલ્હી : આવતા મહિને 1 ડિસેમ્બરે, જો તમારી કાર પર ફાસ્ટેગ લગાવેલું નહીં હોય તો મુશ્કેલીઓ વધી શકે છે. હકીકતમાં, ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્ર સરકારે આગામી મહિનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરી દીધું છે.
તેના અમલ પછી, જો કોઈ વાહન ફાસ્ટેગ વિના “ફાસ્ટેગ લેન” માં દાખલ થઈ રહ્યું છે, તો તેને બમણો ટોલ ટેક્સ ભરવો પડી શકે છે. કહેવાનો અર્થ એ છે કે, જો તમે ચુકી ગયા તો જલ્દી જ ફાસ્ટેગ ઓર્ડર કરી પોતાની ગાડીમાં લગાવી લો. તે માટે ક્યાંય જવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઇન ફાસ્ટેગ ઓર્ડર કરી શકો છો.
હકીકતમાં એસબીઆઈ સહિત દેશની ઘણી મોટી બેંકો ઓનલાઇન ફાસ્ટેગ ખરીદવાનો વિકલ્પ આપી રહી છે. તે જ રીતે, ફાસ્ટેગ ઇ-કોમર્સ કંપની એમેઝોન અને પેટીએમ મોલ દ્વારા પણ ખરીદી શકાય છે. મહત્વની વાત એ છે કે આ પ્લેટફોર્મ પર તમને કેશબેક પણ મળશે.