જૂનો માલ વેચવાની સમય મર્યાદા ૩૦મી સપ્ટેમ્બરે પૂરી થશે
૧ ઓક્ટોબરથી જૂની એમઆરપી પર સામાન વેચાશે નહીં. દેશભરમાં જીએસટી લાગુ થયા પહેલા બનેલો માલ જપ્ત થઈ શકે છે કેમ કે જૂનો સામાન વેચવાની સમય સીમા ૩૦ સપ્ટેમ્બરે ખતમ થઈ રહી છે.
ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ૧ ઓક્ટોબરથી જૂની અને નવી એમઆરપી સાથે સામાન વેચવાની સમય સીમા વધવાની સંભાવના બહ ઓછી છે. જો કોઈ આયાતક અથવા કંપની અરજી કરે છે તો તેના પર ‘કેસ ટુ કેસ’ સ્તર પર પરવાનગી આપવા પર વિચાર થઈ શકે છે.
સરકારે ૧ જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ કંપ્નીઓ અને આયાતકોને જૂની એમઆરપીનો માલ ખતમ કરવા માટે ત્રણ માસ એટલે કે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. સરકાર દ્વારા કહેવાયું હતું કે તેઓ જૂની એમઆરપી સાથે નવી એમઆરપી લખીને બજારમાં પોતાનો સામાન વેચી શકે છે. મંત્રાલયના જણાવ્યા મુજબ નવી એમઆરપી સાથે બજારમાં સામાન પહોંચાડવા માટે ત્રણ માસનો સમય ઘણો છે. આવામાં આ છૂટને આગળ વધારવાની સંભાવના બહ ઓછી છે. આમ છતાં ગ્રાહક મંત્રાલયે તમામ રાજ્યો પાસેથી આ અંગે જાણકારી માંગી છે જેથી ૩૦ સપ્ટેમ્બર પહેલાં સ્થિતિ સ્પષ્ટ થઈ શકે.