વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે છે. વડાપ્રધાન આ વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. પ્રાપ્ત વિગતો અનુસાર પીએમ મોદીનો 19 કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાય તેવી પણ શક્યતા છે. પીએમની મુલાકાતને યાદગાર બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીનું વિવિધ સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સ્વાગત કરવામાં આવશે.
સતત પાંચમી વખત કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે આ મુલાકાત દરમિયાન મોટી ભેટ પણ દમણ, દાદરાનગર વિસ્તારને તેમના દ્વારા આપવામાં આવશે.
ગઈકાલે બેઠક પણ દમણમાં મળી હતી ત્યારે આ બેઠકમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલે પીએમની મુલાકાતને યાદગાર બનાવવા વિવિધ કાર્યક્રમો અને ભવ્ય રોડ શોના આયોજન માટે ઉપસ્થિત લોકો અને સામાજિક સંસ્થાના આગેવાનો પાસેથી સૂચનો માંગ્યા હતા.
વડાપ્રધાનની સૌરાષ્ટ્રની મુલાકાતને લઈને પણ અગાઉ વિગતો સામે આવી હતી જેમાં ગુજરાત તમિલ સંગમ કાર્યક્રમનું પણ તેમના હસ્તે ઉદઘાટન થાય તેવી શક્યતા છે. જો કે, હજુ સુધી તેને લઈને કોઈ જાહેરાત કરવામાં નથી આવી. જો કે, પીએમ બન્યા બાદ દમણ વિસ્તારનો તેમનો આ પાંચમો પ્રવાશ હશે.