નેચરલ ગેસની કિંમતમાં ઘટાડાનાં કારણે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના લગભગ 29,000 કરોડ રૂપિયાના રોકાણ પર ખતરાનાં વાદળો મંડાઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ વર્ષ 2012માં જાહેરાત કરી હતી કે, કંપની રિફાનરીથી બચેલા ઉત્પાદો, પેટ્રોલિયમ કોક અને પેટકોકને ગેસમાં તબ્દીલ કરશે. આ માટે કંપનીએ 29,000 કરોડ રૂપિયાના રોકાણ કરી ગેસીફાયર મશીન લગાવવાનો નિર્ણય લીધો હતો. કંપનીની યોજના હતી કે, સસ્તા પેટ્રોલિયમ કોક અને પેટકોક ઉત્પાદોથી ગેસ બનાવી કંપની પોતાની જામનગર રિફાઇનરીને ફાયદામાં લાવી શકશે.
એક રિપોર્ટ અનુસાર કંપનીના ફાઇનાન્સ સાથે સંકળાયેલ એક અધિકારીએ જણાવ્યું કે, હવે ગેસનાં ભાવમાં ઘટાડાના કારણે ગૈસીફીકેશનની યોજના વ્યવહારિક રહી નથી. રિલાયન્સનો વિચાર હતો કે, આ યોજનાથી જામનગર રિફાઇનરીને પ્રતિ બેરલ 2 ડોલરનો ફાયદો થશે, પરંતુ મુંબઇ બેસ્ડ બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમ બ્રોકિંગ લિમિટેડએ દાવો કર્યો છે કે, નાણાકિય વર્ષ 2021-2022 વચ્ચે જામનગર રિફાઇનરીને આ યોજનાથી માત્ર 1.30 ડોલરથી લઇ 1.50 ડોલર પ્રતિ બેરલનો જ ફાયદો થશે.
તમને જણાવી દઇએ કે, વૈશ્વિક બજારમાં LNGની કિંમત વર્ષ 2012માં 15 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ હતી, જે આજના સમયમાં 5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ સુધી પહોંચી ગયું છે. જોકે કંપની આગામી સમયમાં પોતાના પ્રોજેક્ટથી ફાયદો મળવાની આશા વ્યક્ત કરી રહી છે.