ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણી લડવા માટે નવી ૩૩ જેટલી પાર્ટીઓને ઈલેક્શન પંચ દ્વારા નવા ચૂંટણી પ્રતીક એનાયત કરવામાં આવ્યાં છે. વિધાનસભાની ચૂંટણી લડવા માટે અપાયેલ પ્રતીકમાં ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન પાર્ટીને ટ્રેક્ટર ચલાવતા ખેડૂતનું પ્રતીક ફાળવાયું છે. જનતા કોંગ્રેસ પાર્ટીને કપ-રકાબીનું પ્રતીક ફાળવાયું છે. આ ઉપરાંત અન્ય પાર્ટીઓમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીને ઓટો રિક્ષા, જન વિકાસ પાર્ટીને વાંસળી, ઈન્ડિયન બિઝનેસ પાર્ટીને બેટ, આપની સરકાર પાર્ટીને કાતર, ગુજરાત જન ચેતના પાર્ટીને ડાયમંડનો સિમ્બોલ આપવામાં આવ્યો છે.
આમ સામાન્ય જનજીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ કે ચીજને ચૂંટણી પ્રતીક તરીકે ફાળવવામાં આવે છે. યુવા સરકાર નામની પાર્ટીને પૃથ્વીનો ગોળો, ભારતીય સામાજિક પાર્ટીને ફુલકોબી, લોકસત્તા પાર્ટીને પરબિડયું, ભારતીય જન સંપર્ક પાર્ટીને ગેસ સિલિન્ડર, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને વ્હિસલ, ઈન્ડિયન ન્યૂ કોંગ્રેસ પાર્ટીને ટ્રક, રાષ્ટ્ર મંગલ મિશન પાર્ટીને ટોર્ચ બેટરી, લોક વિકાસ મંચને બેટ્સમેન, પૂર્વાંચલ મહા પંચાયતને ટેલિવિઝન, ઈન્સાનિયત પાર્ટીને પેન સ્ટેન્ડ, લોક શક્તિ પાર્ટીને કોટ, ભારતીય બહુજન કોંગ્રેસને ગળાનો મણકો, યુવા પાર્ટીને દૂરબીન, રાષ્ટ્રીય માનવ વિકાસ પાર્ટીને પેન્સિલ બોક્સ, મહાન ભારતીય સંગઠન પાર્ટીને ચેઈન, અખંડ હિંદુ પાર્ટીને માઈક, જન સત્યપથ પાર્ટીને વાયોલિન, હરિયાણા સર્વજન પાર્ટીને બકેટ અને હિન્દુસ્તાન શક્તિ સેનાને પ્લેટના પ્રતીક ફાળવણી કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાની જનવિકલ્પ પાર્ટી ટ્રેક્ટરના સિમ્બોલ સાથે ચૂંટણી લડશે. તેઓએ ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાની પાર્ટી સાથે ટાઇઅપ કર્યું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.