સાઉદી અરેબિયામાં સાત મહિના બાદ રવિવારે મુસ્લિમોના ધાર્મિક સ્થળ મક્કાને ઉમરા માટે ખોલવામાં આવ્યુ છે. આ માટે આવશ્યક સાવચેતીની પૂરતી કાળજી રાખવામાં આવી છે. આ ધાર્મિક સ્થળને ત્રણ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં સાઉદીના 6 હજાર લોકોને મંજૂરી આપવામાં આવશે. બીજા તબક્કામાં 18 ઓક્ટોબર બાદ વધુમાં વધુ 15,000 જાયરીને તથા નમાજ માટે 40,000 લોકોને પરવાનગી આપવામાં આવશે. ઉમરા માટે લોકોને મોબાઈલ એપ્લિકેશનથી અરજી કરવાની રહેશે. જેથી ભીડથી બચી શકાય. સાઉદી અરેબિયાના હજ બાબતોના મંત્રીએ આ માહિતી કે જાયરીન 1 નવેમ્બરથી મક્કા જઈ શકશે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 3 લાખ 35 હજારથી વધારે લોકો સંક્રમિત મળ્યા છે અને 4,850 લોકોના મૃત્યુ થયા છે. ઉમરામાં પ્રત્યેક વર્ષ સમગ્ર વિશ્વમાંથી લાખો મુસ્લિમો પહોંચે છે. કોરોનાને લીધે આ વર્ષે સાઉદીમાં ફક્ત એક હજાર લોકોને જ હજની મંજૂરી આપવામાં આવી હતી.