વડોદરા: મહાનગર સેવાસદન દ્વારા નગરજનો માટે 400 ઉપરાંત સ્થળોએ ફ્રી લીમીટેડ વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવશે. સેવાસદન દ્વારા વડોદરા સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. અંતર્ગત પ્રોજેક્ટ અંતર્ગત પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
વાઈફાઈ સુવિધા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) અંતર્ગત શરૂ કરવામાં આવશે. જેમાં, સામાન્ય જનતા 50MB અથવા 30 મિનીટ ફ્રી વાઈફાઈ નો લાભ લઇ શકશે. ત્યારબાદ, સરકારી વેબસાઈટસ આને સેવાસદનની વેબસાઈટ મફતમાં એક્સેસ કરી શકાશે. ત્યારબાદ, જો, જરૂર પડે તો નગરજનો વધુ ડેટા ખરીદી શકશે.
ઇન્ડસ ટાવર દ્વારા આ સુવિધા શહેરભરમાં આ સુવિધા ઉભી કરવામાં આવશે. આ અંગેનો પ્રસ્તાવ શુક્રવારે મળેલી બોર્ડ મીટીંગમાં સ્પેશીયલ પ્રપોઝલ વ્હીકલ અંતર્ગત મંજૂર કરી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને અગ્રતા આપવા આવી હોય તેવો આ પ્રથમ પ્રોજેક્ટ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિનોદ રાવએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે કંપની દ્વારા 200 કરૂદ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મહાનગર સેવાસદન અને વડોદરા સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. (VSCDL) આ કામ માટે એક પણ રૂપિયો ખર્ચ કરશે નહિ.
ઇન્ડસ ટાવર્સને 15 વર્ષ માટે આ પ્રોજેક્ટ આપવામાં આવશે અને શહેરના 450 સ્થળોએ સ્માર્ટ પોલ્સ ઉભા કરવામાં આવશે. સેવાસદનને આ પ્રોજેક્ટ મારફત 22 કરોડની આવક થવાનો અંદાજ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ કંપની 450થી વધુ પોલ્સ ઉભા કરવા માંગે છે. જેના માટે તે સેવાસદનને પ્રતિ પોલ 39,600 રૂપિયા ચૂકવશે.
ઇન્ડસ ટાવર્સને આ પ્રોજેક્ટમાં 86.18 કરોડ રૂપિયા ખર્ચ કરશે અને અન્ય ઓપરેશનલ કામોમાં 83.19 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત જે પોલ લગાવવામાં આવશે તેમાંથી 200 પોલ 12 મીટર ઊંચા અને 250 પોલ 30 મીટર ઊંચા હશે. પોલની ડીઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવશે કે જેથી તે આસપાસના વાતાવરણ સાથે માફક રહે. વાઈફાઈ ઉપરાંત, પોલ પર સીસીટીવી કેમેરા, ડીજીટલ બીલબોર્ડ, હવામાન સૂચક, પબ્લિક એડ્રેસ સીસ્ટમ, અને ઈમરજન્સી કોલ બોક્સ, ટ્રાફિક સિગ્નલ્સ તેમજ એલઇડી લાઈટ્સ મુકવામાં આવશે.