સાંજે ઘરમાં શૂઝ ઉતારીને મોજાં એમજ મુકી રાખ્યા હોય તો આજુબાજુમાં માથું ફાટી જાય એવી ગંધ આવવા લાગે છે. અમુક ચોકકસ કલાક સુધી શુઝ પહેરી રાખવાથી પરસેવો અને ચામડાને કારણે મોજાં ગંધાય છે. જો કે હવે ચીનની કંપનીના નવી શોધને કારણે આ ચિંતામાંથી મુકત થઇ શકાશે. કોઇપણ ગંધ વિનાનાં આ મોજાં તમે સતત 6 દિવસ સુધી પહેરી રાખશો તોય દુર્ગંધ નહીં આવે.કેટલાક લોકોના પરસેવામાં ખુબજ દુર્ગંધ આવતી હોય છે, તીવ્ર વાસથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો ક્યારેક શરમ આવે છે, પણ હવે ચિંતા કરશો નહી.
આ કંપનીનો દાવો છે કે આ મોજાંના ફેબ્રિકમાં ઠેર-ઠેર સિલ્વર, કોપર અને ઝિંકના અત્યંત સુક્ષ્મ વાયર્સ વાપરવામાં આવ્યા છે. આ વાયર્સ પરસેવા અને ચામડાને કારણે પેદા થતી દુર્ગંધને દૂર કરે છે.
ગંધ મારતા મોજાંને કારણે પગમાંથી પણ વાસ આવે છે. આ કંપનીએ શરૂઆતથી જ બ્રિટનમાં બહુ મોટું માર્કેટ કવર કરી લીધું છે. મોજાં બહાર પાડતા પહેલા કરેલા એક સર્વે મુજબ સ્ત્રીઓ કરતા પુરૂષોમાં મોજાં અને પગ ગંધાવાની સમસ્યા વધુ હોય છે. આ મોજાની એક જોડ 5 પાઉન્ડ એટલે કે 430 રૂપિયાની આસપાસ તેની કિંમત થાય છે.