કોરોનાએ વિશ્વને પોતાની ચપેટમાં લઈને સમગ્ર દેશ ને હચમચાવી દીધું છે. ભારત માં લોકડાઉન નો બીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકો ના હાલ બેહાલ બન્યા છે અને આ કોરોના વાઇરસ કચીંડા ની જેમ પોતાના લક્ષણ બદલી રહ્યું છે. પેહલા લોકો ને તાવ,થાક,સુકી ખાસી જોવા મળી હતી, ધીમે ધીમે ઝાડા,ઉલ્ટી,ખંજવાળ અન પગ માં સોજા આવવાના લક્ષણો સામે આવ્યા અને હવે અમેરિકા સરકારની ટોચની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનએ પણ સ્વીકાર્યું છે કે, કોરોના સંક્રમણનાં નવાં લક્ષણો સામે આવ્યા છે.
CDC એ સંક્રમણના 6 નવા લક્ષણોની પુષ્ટિ કરી છે.
- વધારે ઠંડી લાગવી
- ઠંડીથી શરીરમાં કંપન
- સ્નાયુઓમાં સતત દુખાવો
- વારંવાર માથામાં દુખાવો
- ગળામાં બળતરા
- ગંધ અથવા સુગંધ ન આવે
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સંક્રમણના લક્ષણોનું નવું સ્વરૂપ બહાર આવ્યું છે.આ અગાઉ CDC એ તાવ, ઉધરસ, અને શ્વાસ લેવામાં તકલીફને કોરોનાના લક્ષણો જણાવ્યા હતા.