રાજ્યમાં આજે 17મીએ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેમાં કુલ 529 વોર્ડની 2116 બેઠકો માટે મતદાન થશે. જો કે 2116 બેઠકો પૈકી 52 બેઠખો બિનહરીફ થઇ છે જેમાં જાફરાબાદ અને રાપર નગરપાલિકાની બેઠકોનો સમાવેશ થાય છે.
જાફરાબાદના 7 વોર્ડની તમામ 27 બેઠકો બિનહરીફ થઇ છે એટલે કે સમરસ થઇ છે. જ્યારે રાપરની 28 બેઠકમાંથી 12 બેઠકો બિનહરીફ થઇ છે. આજે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે જેમાં 6033 ઉમેદવારોના ભાવિ સીલ થઇ જશે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે યોજાનારી 75 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં સતત 6 વખત ભાજપ સત્તામાં આવી છે ત્યારે હવે નગરપાલિકામાં પણ ભાજપનો વિજય થશે તેમ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણાીએ વિશ્વાસ વ્યક્ત ક્ર્યો હતો.