દુનિયામાં અજીબો ગરીબ ઘટના બનતી રહે છે, કોઈ કૂતરું , બિલાડી, કે અન્ય કોઈ પાલતુ પ્રાણીને પોતાનો દીકરો માનીને લાલન-પાલન કરે છે. પરંતુ મુગેરમાં એક મહિલાએ ઝેરીલા સાંપના બાળકોને જ પોતાના દીકરા-દીકરી માની લીધા છે. અને તેનું પાલન પોષણ કરી રહી છે. સાંપ પણ એક સારા પુત્રીની જેમ તેની બધી વાત માને છે. આ મહિલા અને સાંપની વચ્ચે મા-દીકરીનો સંબંધ જોઈ હેરાન થઈ ગયા છે.
મુંગેર મુખ્યાલયથી ચાર કિલોમીટર દૂર કાસિમ બઝારમાં સ્ટેશન હેરુ દિયારાના ડકરા ગામમાં મજૂરી કરતાં કૃષ્ણા યાદવની પત્ની મીણા દેવી એક ઝેરીલા સાંપને પોતાની દીકરી બનાવીને તેનું ધ્યાન રાખી રહી છે, તેને લઈ તે ઘરનું દરેક કામ કરે છે અને સાંપ પણ એક આજ્ઞાકારી બાળકની જેમ મીણા દેવીની દરેક વાત માને છે.
મીણા દેવીનું માનવું છે કે સાંપે તેના ગર્ભમાંથી જન્મ લીધો છે. સાથે કહ્યું કે, મારી કૂખે ત્રણ સાંપના બચ્ચાએ જન્મ લીધો હતો. બે દીકરા અને એક દીકરીને હું મારા બાળકની જેમ પાલન કરી રહી છું. તેણે ત્રણ બાળકોના નામ આંધી, તૂફાન અને મેલ રાખ્યું છે, જેમાંથી આંધી અને તૂફાનનું મોત થઈ ગયું, પરંતુ મેલ હજૂ સુધી જીવે છે. મીણા દેવી કહે છે કે જે આંધી અને તૂફાનનું મોત થયું તેની પોતાના ઘરમાં સ્થાપના કરી છે.
અને જે મેલ છે એટલે કે નાગિન છે. તેનું પોતાની દીકરીની જેમ ધ્યાન રાખી રહી છે. મીણા દેવીની આ વાત સાંભળીને ગામના લોકો અચંબિત છે. અને ગામમાં આ કૌતુહલનો વિષય બની ગયો છે. ગામના લોકો સાંપ જોવા માટે તેના ઘરે આવતાં રહે છે. જોકે વિજ્ઞાનનું એ વાતને માનવા તૈયાર નથી કે મહિલાએ સાંપને બાળકની જેમ પાલન પોષણ કરે છે. આ વાત પર ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરી શકે છે.
ગામના લોકોનું કહેવું છે કે મહિલાએ સાંપને જન્મ આપ્યો એ વાતનો વિશ્વાસ ન કર્યો પણ જ્યારે આ ઝેરીલા સાંપના નાના બચ્ચાંને મહિલાના ખોળામાં રમતાં જોઈ વિશ્વાસ કરવા લાગ્યા. સાંપ તેની દરેક વાત માને છે તેવું ગામ વાળાનું કહેવું છે. દૂધ પીવાનું કહે તો તે દૂધ પીવા લાગે છે. મીણા દેવી કહે છે કે એક દીકરો અને દીકરી હોવા છતાં તે ઘણાં વર્ષો પછી પ્રેગ્નેન્ટ થઈ હતી. ત્યાંના ડોક્ટર પાસે તેણે સારવાર કરાવી પરંતુ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો ડોક્ટરે કહ્યું કે પેટમાં થેલી છે. બાળક નથી દેખાઈ રહ્યું. આ મહિલા પ્રેગ્નેન્સી સમયે કંઈક જમતી હતી તો પેટમાં બળતરા થતી હતી અને દૂધ પીતી તો પેટમાં આરામ રહેતો હતો. પ્રેગ્નેન્સીના 9 મહિના પછી રાતના સમયે પેટમાં દુખાવો ઉપડ્યો.
અને જ્યારે બાથરૂમમાં ટોઈલેટ કરવા ગઈ તો ત્યારે કંઈક નીકળ્યું. મને લાગ્યું કોઈ બાળકને જન્મ આપ્યો છે, પણ અંધારું હોવાના કારણે કંઈ ખ્યાલ ન આવ્યો. તેણે કહ્યું કે આ નાગપંચમીના દિવસે જ્યારે હું રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે ત્રણ નાના સાંપના બચ્ચા મારી પાસે આવ્યા તેમની જોઈ હું ડરી ગઈ, પરંતુ આ નાના જીવને જોઈ મેં તેમને માર્યા નહીં અને ત્યારથી મારા બાળકો બની ગયા.