ગુજરાતમાં કોરોનાના આજે નવા ૨૨ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ૨૧ દર્દીઓ સાજા થયા હતા. જેના પગલે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૫ ટકાએ પહોંચ્યા છે. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૯૮૧ નાગિરકો કોરોનાને પરાજીત કરી ચુક્યા છે. બીજી તરફ ગુજરાત સરકાર વેક્સિનેશનના મુદ્દે પણ લડી રહી છે. આજના દિવસમાં કુલ ૨,૯૬,૨૭૩ નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં કરવામાં આવ્યું છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૧૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૨૦૭ સ્ટેબલ છે. ૮,૧૫,૯૮૧ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૮૬ નાગરિકોનાં મોત થયા છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું.
અમદાવાદ કોર્પોરેશનમાં ૫, સુરતમાં ૫, સુરત કોર્પોરેશનમાં ૪, વલસાડમાં ૪, જૂનાગઢમાં ૨, નવસારી અને વડોદરા કોર્પોરેશનમાં ૧-૧ કેસ નોંધાયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈસી ૧૪ ને રસીનો પ્રથમ જ્યારે ૧૦૫૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૫૫૩૭ નાગરિકોને રસીનો પ્રથમ અને ૬૫૧૩૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો છે.૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૪૫૮૭૪ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૬૮૬૫૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨,૯૬,૨૭૩ નાગરિકોએ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૬,૬૭,૧૭,૯૧૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.