આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીનો દારુનો એફએસએલ રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકીય રીતે ગરમાટો આવી ગયો છે. આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ મોડી રાત્રે ફેસબૂક પર લાઈવ થઈ ઈસુદાનને નિર્દોષ ગણાવ્યા હતા.
તેમણે જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં બે અધિકારીઓ આવ્યા અને તેમને સાઈડમાં લઈ ગયા અને ભાજપ દ્વારા મૂકવામાં આવેલા આરોપીની જાણકારીઆપી. ઈસુદાન ગઢવી તૈયાર થયા. સરકારી હોસ્પિટલમાં સેમ્પલ લેવાય તો પ્રાઈવેટમાં પણ સેમ્પલ લેવામાં આવ્યા. ઈસુદાન ગઢવીને ધક્કો મારીને દુર કરી દીધા અને સિવિલમાં ટેસ્ટીંગ માટે લઈ જવાયા, મીડિયામાં પણ કહેવા માંગતા હતા પણ પોલીસ અધિકારીઓએ આવું કરવા દીધું ન હતું.
ઈટાલીયાએ કહ્યું કે ઈસુદાન ગઢવીને આટલી ખરાબ રીતે કેમ ચિતરવામાં આવે. મરદનો દિકરો હોય તો સામે છાતીએ આવે. ભાજપે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. પહેલાં તમારું કોલર જૂઓ
તેમણે જણાવ્યું કે ઈસુદાન જેવા સજ્જન માણસ ઉપર આવા આક્ષેપો મૂકો છો. ઈસુદાને ગુજરાતમાં એવું તો શું કર્યું કે તેમને ખરાબ ચિતરવામાં આવી રહ્યા છે. બહેનોને આગળ ધરીને એફઆઈઆર કરવામાં આવી છે.
એફએસએલ રિપોર્ટ અંગે સવાલો ઉઠાવતા તેમણે કહ્યું કે પ્રાથમિક રીપોર્ટ એનાલાઈઝરથી ટેસ્ટ કરાયો. ચેકીંગમાં જે જે વસ્તુ રિપોર્ટ નેગેટીવ આવ્યો. એફએસએલમાં બેથી ત્રણ દિવસમાં રિપોર્ટ આવી જાય. પણ 12 દિવસ સુધી ભાજપે રાહ જોઈ. ઈસુદાનનો રિપોર્ટ જાહેર કર્યો.
ઈટાલીયાએ કહ્યું કે આજે ભાજપમા અડવાણી અને રુપાણીના શું હાલ છે? એ જનતા જોઈ રહી છે. ઈસુદાન ગઢવી દારુ પીતા જ નથી તેમના પર આવા આરોપો મૂકીને ભાજપ ચરિત્રનું હનન કરી રહ્યું છે. ઈસુદાન ગઢવીને અડધું વર્ષ થયું અને આ સમયમાં ઈસુદાન ગઢવીની ભાજપને શું તકલીફ પડી ગઈ. ચેનલમાં હતા ત્યારે ભાજપ સામે પ્રોગ્રામ કર્યા હતા અને તેનો બદલો લેવામાં આવી રહ્યો છે. અમારા વાણી-વર્તનમાં કશીક ચૂક હોય તો ચોક્કસપણે અમને કહેવું જોઈએ.
ઈટાલીયાએ કહ્યું કે પેપર ફૂટવાનો જવાબ આપતા નથી. માત્ર ઈસુદાન ગઢવી અંગે ચર્ચાઓ મંડી પડી છે. ગુજરાતના લોકો ઈસુદાન ગઢવીને ઓળખે છે. વિજય રુપાણીનો સમય હતો, આજે ગાયબ છે. નીતિન પટેલનો સમય હતો આજે તેમને કોઈ પૂછવાવાળા નથી. ભૂપેન્દ્રસિંહને કોઈ પૂછતો નથી. બધાનો સમય આવે છે. ભાજપ સાથે 27 વર્ષ સુધી કોંગ્રેસે તો સેટીંગ કર્યું અને તેનો ભોગ જનતા બની છે.
તેમણે કહ્યું કે પેપર ફૂટવાને લઈ હજુ સુધી મુખ્ય સૂત્રધારો પકડાયા નથી. ઈસુદાન ગઢવી આપમાં કેમ જોડાયા તેની ભાજપને બળતરા થાય છે. કોંગ્રેસના ધારાસભ્યોની જેમ મંત્રી બનવાના બદલે ઈસુદાન ગઢવીએ સંઘર્ષનો રસ્તો અપનાવ્યો. ભાજપના નેતાઓને સત્તાનો નશા કર્યો છે. ઈસુદાને નશો કર્યો હતો. ઈસુદાન નિર્દોષ છે. ગુજરાતના યુવાનો અને જનતા આ બધું જોઈ રહી છે.