કોરાના મહામારીની વચ્ચે છેલ્લા 50 દિવસથી વડોદરા ની અંદર મોટી સંખ્યામાં નોર્થ ઈસ્ટ ના વિદ્યાર્થીઓ ફસાયેલા હતા.વિદ્યાર્થીઓ ને એમના વતન પરત મોકલવા માટે છેલ્લા ઘણા સમય થી ABVP પ્રયત્ન કરી રેહયું હતું ત્યારે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના 23 જેટલા વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે બધા જ વિદ્યાર્થીઓનું એમએસયુ પવેલિયન ખાતે મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું.ત્યાર પછી વિદ્યાર્થીઓ માટે ખૂબ લાંબી યાત્રા હોવાથી એમને ફુડ પેકેટ, પાણીની બોટલ, માસ્ક તથા હોમિયોપેથીની દવાઓ આપી સવારે 9 વાગ્યે બસ ને વડોદરા થી ગુહાટી જવા માટે રવાના કરવામાં આવી હતી.