ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર કર્યો છે. ટોપ 10 અમીરોની યાદીમાં તે એક સ્થાન આગળ વધીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ફોર્બ્સની રીઅલ ટાઇમ લિસ્ટ મુજબ અદાણીએ $112.6 બિલિયનની નેટવર્થ સાથે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે.
પાંચમા નંબરે સરકી ગયેલા ગેટ્સનું નેટવર્થ હવે ઘટીને $103 બિલિયન પર આવી ગયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર ટોચના 10 અબજોપતિઓમાં સામેલ થયા છે. આ યાદીમાં તે 10માં નંબર પર છે. તેમની કુલ સંપત્તિ $87.1 બિલિયન છે. હવે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિ વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે.
ટેસ્લાના CEO એલોન મસ્ક આ યાદીમાં $230.4 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ $148.4 બિલિયન સાથે બીજા અને એમેઝોનના જેફ બેઝોસ $139.2 બિલિયન સાથે ત્રીજા ક્રમે છે. લેરી એલિસન $97.3 બિલિયનની નેટવર્થ સાથે છઠ્ઠા નંબર પર છે.
ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ 20માં નંબરે છે
અનુભવી રોકાણકાર વોરેન બફેટ $96.9 બિલિયનની નેટવર્થ સાથે સાતમા ક્રમે છે. લેરી પેજ $96.7 બિલિયનની નેટવર્થ સાથે આઠમા સૌથી ધનિક વ્યક્તિ છે, જ્યારે સેર્ગેઈ બ્રિન $93 બિલિયનની નેટવર્થ સાથે નવમા નંબરે છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ 20માં નંબરે છે. ઝકરબર્ગની કુલ સંપત્તિ ઘટીને $59.3 બિલિયન થઈ ગઈ છે.