કોઈએ સાચુ જ કહ્યુ છે કે, પ્યાર કરનાર લોકો કોઈનાથી ડરતા નથી. જે ડરે છે તે પ્રેમ કરતા નથી. જ્યાં દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે, ત્યાં બે પ્રેમીઓ એકબીજા મળવા માટે કોરોનાને ભૂલી ગયા છે. કંઈક આવુ જ બન્યુ છે ઉત્તરાખંડના કાઠગોદામ રેલવે સ્ટેશન પર એક 37 વર્ષની ઓસ્ટ્રેલિયન મહિલા પોતાના 17 વર્ષના પ્રેમીને મળવા માટે કોલકાતાના રાનીખેત એક્સપ્રેસના કાઠગોદામ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ છે. જ્યારે મહિલાને પ્લેટફોર્મ પર એકલી ફરતા જોવામાં આવી તો, રેલવે અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. રેલેવ મેડિકલ સ્ટાફ પાસેથી સ્ક્રીનિંગ પણ કરવામા આવી છે. મહિલાએ અધિકારીઓને જણાવ્યુ કે, તેણી નૈનિતાલમાં પોતાના પ્રેમીને મળવા જઈ રહી છે. સૂચના પર નૈનિતાલ પંગોટથી તેણીનો 17 વર્ષનો પ્રેમ તેને લેવા માટે કાઠગોદામ પહોંચી ગયો હતો. યુવકે મહિલાના પતિ હોવાની વાતને નકારી કાઢી હતી અને પોતાની ગર્લફ્રેન્ડ બતાવી હતી.
ડૉક્ટરોની એક ટીમ એમ્બ્યુલન્સ સાથે રેલવે સ્ટેશન પર પહોંચી અને તે વિદેશી મહિલાને હલ્દવાનીમાં જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવી છે. તો સાથે જ મહિલાનુ કહેવુ છે કે, તે છેલ્લા વર્ષથી ભારતમા જ છે. બનારસથી તે એક અન્ય સાથી સાથે મુરાદાબાદ પહોંચી જેને મુરાદાબાદમાં રોકી લેવામાં આવી હતી. યુવકે અધિકારીઓને જણાવ્યુ કે, તે ગોવાની એક હોટલમાં શેફનું કાર્ય કરવાના દરમિયાન તેને મળ્યો હતો, ત્યારબાદ કોલકાતામાં તેમની ઘણી મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પ્રશાસન અને પોલીસ આ મામલા પર પોતાની નજર રાખી બેઠી છે. ઉલ્લેખનીય છે કે, દુનિયા આ સમયે કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહી છે. ભારતમાં પણ પેનિક છે. જોકે, અહીંયા પરિસ્થિતિ તેટલી નથી બગડી જેટલી ઈટલી, સ્પેન અને અમેરિકા જેવા દેશમાં છે. અહીંયા પૂર્ણ દેશમાં લોકડાઉન થઈ ગયુ છે. તેમ છતાં મહિલાનું આ રીતે પ્રેમીને મળવા પહોંચવુ હેરાન કરનારુ છે.