મહારાષ્ટ્રમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય નિતેશ રાણે તેમના પરિવારના સભ્યો સાથે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનું વાહન એક ટ્રક સાથે અથડાયું હતું. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. સોમવારે એક્સપ્રેસ વે પર ઉર્સ ટોલ પ્લાઝા પર થયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પોલીસે જણાવ્યું હતું. સિંધુદુર્ગ જિલ્લાના કંકાવલીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાણે પ્રખ્યાત ‘લાલબાગચા રાજા’ ગણપતિ પંડાલમાં દર્શન કરીને મુંબઈ પરત ફરી રહ્યા હતા.
શિરગાંવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે રાણેની કાર ટોલ પ્લાઝાના ત્રણ નંબરની લેન પર સાંજે 6.30 વાગ્યે રોકાઈ ત્યારે એક ટ્રકે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે કારનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે અમે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
જણાવી દઈએ કે આ પહેલા ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતનું કારણ ઓવરસ્પીડ અને ઓવરટેકિંગને જવાબદાર ગણવામાં આવ્યું હતું.