તાપીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. તાપીનાં એક ગામની 14 વર્ષની સગીરા તેના કથિત પ્રેમી સાથે બાઇક પર જતી હતી તે દરમિયાન જ અકસ્માત નડતા સગીરાનું મોત નીપજ્યું હતું. જોરે સગીરાનાં મોત બાદ ચોંકાવનારો ઘટસ્ફોટ છે કે, આ સગીરાનાં પેટમાં પાંચ માસનો ગર્ભ હતો.
સૂત્રો દ્વારા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર તાપીના ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં રહેતો રાકેશ પ્રવિણભાઇ ગામીતનો એક વર્ષ પહેલા ગામની 14 વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે સગીરા નાની ઉંમરમાં જ ગર્ભવતી બની હતી. યુવક બુધવારે સગીરાને બાઈક પર બેસાડીને વાંકલા તરફ જઈ રહ્યો હતો દરમિયાન વાંકલા ગામના સીમમાં બાઈક ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં સગીરાને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ડોક્ટોરે તેને સુરત લઇ જવા જણાવ્યું હતું તેને સુરત ખસેડવામાં આવી હતી. બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.