સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની જાહેરાતથી કર્મચારીઓમાં ખળભળાટ
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા ઈન્કમટેક્સ સત્તાવાળાઓ પાસેથી તમામ પ્રકારની માહિતી માંગી આવકથી વધુ રકમ જમા રહેશે તો તવાઈ આવશે.
ચૌધરીએ કહ્યુ હતુ કે આ પ્રકારની ટ્રાન્જેક્શન મોટા પાયે થયા હોવાને ધ્યાનમાં લઇને ટેક્સ ઓથોરિટી પાસેથી તપાસ કરવાને લઇને તરીકાના મુદ્દા પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે અમને એ બાબત જોવાની જરૃર છે કે સરકારી કર્મચારીઓ દ્વારા જમા કરવામાં આવેલી રકમ તેમની આવકની મુજબ છે કે કેમ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ પહેલા જ આ બાબતે કામ કરી રહ્યુ છે. અમને હજુ સુધી ડેટા મળી રહ્યા નથી. ચૌધરીને આશા છે કે સીબીડીટી ડિપોઝિટને લઇને વધારે સારા આંકડા ઉપલબ્ધ કરાવશે. સીવીસી સરકારી કર્મચારીઓ અને સરકારી કંપનીઓમાં કામ કરનાર લોકોના મામલામાં તપાસ કરશે. સીવીસીની હદમાં સામાન્ય રીતે ગ્રુપ એ અને બીના અધિકારી આવે છે. ચૌધરીએ કહ્યુ છે કે જો કોઇ વ્યક્તિ સીવીસીની હદમાં નથી તો પણ તેની સાથે જોડાયેલી રકમ એક મર્યાદાથી બહાર છે તો તે મામલાને ચોક્કસપણે કાર્યવાહી માટે વિજિલન્સ અધિકારી પાસે મોકલી દેવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે સીવીસી ખાસ કરીને નોટબંધીના ગાળા દરમિયાન જુદી જુદી વ્યક્તિ તરફથી કરવામાં આવનાર શંકાસ્પદ ડિપોઝિટમાં તપાસ કરનાર છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા મહિનાના અંતમાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે પોાતાના વાર્ષિક અહેવાલમાં કહ્યું હતું કે, બંધ કરવામાં આવેલા નોટ પૈકી ૯૯ ટકા નોટ બેંકિંગ વ્યવસ્થામાં પરત આવી ગઈ છે. સરકારે નોટબંધીની જાહેરાત કર્યા બાદ કહ્યું હતું કે, આનો હેતુ બ્લેક મની ઉપર અંકુશ મૂકવાનો છે અને ત્રાસવાદીઓના ફંડિંગને રોકવા માટેનો છે પરંતુ આ દિશામાં કોઇ નક્કર સફળતા હાથ લાગી નથી. હવે સીબીડીટીની મદદ લેવામાં આવી રહી છે. નોટબંધીના ગાળા દરમિયાન જુદી જુદી વ્યક્તિ તરફથી શંકાસ્પદ ડિપોઝિટના મામલામાં તપાસ ચાલી રહી છે.