ગુજરાતમાં ભાજપે જીત હાંસીલ કરી છે પરંતુ તેના અનેક સંકેત છે જે મોદી સરકાર અને ભાજપે સમજવા પડશે હવે ચુંટણી પૂરી થઇ ગઇ છે ત્યારે ભાજપ માટે સુશાસન અને હિન્દુત્વ આ બે મુદ્દે નક્કર કામગીરી બતાવવાનો પડકાર ઉભો થયો છે. બેરોજગારી અને ગ્રામીણ ક્ષેત્રોમાં ખેડુતો સહિતના નાગરિકોમાં જે નારાજગી પ્રવર્તી છે તેને યોગ્ય વાચા આપવાનો પડકાર છે, કારણ કે આ મુદ્દાને કારણે ભાજપની બેઠકો ઘટી છે અને કોંગ્રેસને તેનો ફાયદો મળ્યો છે.
ભાજપ અત્યારે મોદી સરકારની કેન્દ્રીય કલ્યાણકારી યોજનાઓને આધારે ગરીબ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરતો રહ્યો છે. કેન્દ્રની ઉજ્જવલા એલપીજી યોજના અને ટોઇલેટ બનાવવાના પ્રોજેક્ટને મોટાભાગના નેતાઓ અને મંત્રીઓ આ સરકારની સિદ્ધી ગણાવી રહ્યા છે.