ગુજરાત ચૂંટણીમાં પાર્ટીના બહેતર પ્રદર્શન, વિરોધી પાર્ટીની પદ્ધતિઓ અને કાર્યશૈલી પર પણ મહોર છે. બેઠકમાં નક્કી કર્યું છે કે ભવિષ્યની તમામ ચૂંટણીઓ કોંગ્રેસ ગુજરાતની તર્જ પર લડશે.
શુક્રવારે બે કલાકથી વધારે ચાલેલી બેઠકમાં લગભગ અડધો કલાક સુધી વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થઇ.
કાર્યકારીણી બેઠકમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને યુપીએ ચેરમેન સોનિયા ગાંધીને તમામ કાર્યકર્તાઓ અને નેતાઓએ તેમના લાંબા નેતૃત્વ અને માર્ગદર્શન માટે અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને પાર્ટીમાં તેમની સકારાત્મક ભૂમિકા માટે આભાર પ્રસ્તાવ કર્યો હતો.
સોનિયા ગાંધીના 19 વર્ષનાં કાર્યકાળના પ્રસ્તાવ પર બોલતા તેમના રાજકીય સલાહકાર સાંસદ અહેમદ પટેલ ખુબજ ભાવુક થયા હતા. એહમદ પટેલે કહ્યું કે મેડમ આટલા વર્ષોથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો.એહમદ પટેલે કહ્યું કે મેડમ ગુસ્સો કરે છે પણ તેમનું દીલ ખૂબ વિશાળ છે.

Congress President Sonia Gandhi with party leader Motilal Vohra arrives for the CWC meeting at the AICC headquarters in New Delhi