કોરોના કહેર વચ્ચે જ્યારથી દેશમાં લોકડાઉન કરી દેવામાં આવે છે. ત્યાંથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં સેવાભાવી સંસ્થાઓ, મિત્ર મંડળ અને જુદા જુદા સંગઠનો જરૂરિયાતમંદોને બે ટંકનું ભોજન પહોંચાડી રહ્યા છે. મોટાભાગના લોકો ભોજન વિતરણ કરતા કે ફૂડ પેકેટનું વિતરણ કરતા ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા ની ઘેલછા ધરાવે છે. જેને કારણે ફૂડપેકેટ કે ભોજન સ્વિકારનાર લોકોને ગરીબ હોવાનો ભાવ પેદા થાય છે. જે કોઈને ગમતું નથી પરંતુ મજબૂરીમાં તેમણે આનાજ ભોજન કે રાશનની કીટ સ્વીકારતા ફોટા પડાવવા પડે છે.
ત્યારે કર્ણાવતી બજરંગદળના સ્વયંસેવકોએ એક નવી પહેલ કરી છે અને સાથે બેસીને જમવાની નવી પહેલ કરતા હવે કોઈ ને ગ્લાનિ નહિ અનુભવવી પડે ,બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતા તેમની સાથે જોડાયેલા વિજયભાઈ બારોટ, નિલેશ આર્ય, નિખિલ બુંદેલા, રાજ કુમાર યાદવ અને ભુપેન્દ્ર ઠક્કર દ્વારા છેલ્લા પખવાડિયાથી રોજ 3500 લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે. 50થી વધુ સ્વયંસેવકો રોજ સવાર સાંજ વસાહતમાં ભોજન વિતરણ માટે પહોંચી જાય છે. ભોજન વિતરણનુ કામ પતે કે તરત જ જે તે વસાહતમાં સ્થાનિક લોકો સાથે બેસીને જ સ્વયંસેવકો પણ ભોજન લેતા હોય છે. જેને પગલે ભોજન આપનાર અને ભોજન સ્વીકારનાર વચ્ચે સમરસતાનો ભાવ કેળવાઈ રહે.
આ મુદ્દે જ્વલિત મહેતાનું કહેવું છે કે કપરી પરિસ્થિતિમાં આપણા આજુબાજુના લોકોને મદદરૂપ થવાની આપણી ફરજ છે. આ પખવાડિયામાં પણ આપણે જે રીતે ઘરે જમતા હોઈએ તે જ રીતે તમામ વસાહતમાં રોજ જુદું-જુદું ભોજન આપવાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હનુમાન જયંતી એ લોકોને ખીર-પૂરી ખવડાવી તો મહાવીર જયંતી એ રસ પુરી નું ભોજન કરાવવામાં આવ્યું. હજી જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી જરૂરિયાત મંદોને ભોજન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.