અમદાવાદ માં કોરોના ની સ્થિતિ અત્યન્ત વિકટ છે અને વધુ આગળ પ્રસરતો અટકાવવા માટે પોલીસ ફરજ બજાવી રહી છે ત્યારે અમદાવાદ માં પોલીસ ઉપર જ્યાં લોકો એ પથ્થર ફેંક્યા હતા તે વિસ્તાર માં લોકો એ પોલીસ ઉપર ફૂલ પણ વરસાવ્યા હતા.
વાત છે અમદાવાદ ના શાહઆલમ ની કે જ્યાં બાળકો અને સ્થાનિક રહીશો એ જે ડિવિઝનના એસીપી રાજપાલસિંહ રાણા અનેએમ. સોલંકી સહિતના સ્ટાફનું લોકોએ ફૂલોથી સ્વાગત કરી ફૂલ વરસાવ્યા હતા. લોકડાઉનનું પાલન કરવવા માટે તમામ પોલીસ સ્ટાફ જ્યારે પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા ત્યારે પોલીસ કર્મીઓનું સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જનાગરિકતા કાયદા માટે આ જગ્યાએ જ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક પોલીસ કર્મીને ને ઘેરી લઈ મારવા સહિત પોલીસ ટીમ ઉપર બેરહેમીથી પથ્થરો ફેંકાયા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો તે પણ આ વિસ્તાર હતો કે જ્યાં સ્થાનિક રહીશો નું નવું રૂપ જોવા મળ્યું હતું.