અમદાવાદ માં પાન મસાલા ના ગલ્લા ખોલવાની અપાયેલી છૂટછાટ બાદ પણ આ ધંધા સાથે સંકળાયેલા તત્વો બેફામ બન્યા છે અને ગેરકાયદેસર રીતે કાળા બજાર ચાલુ કરી દેવામાં આવ્યા છે અને લોકો પણ કદાચ કાલે ઉઠીને પાછું લોકડાઉન અમલ માં આવી જાય તો શું કરવું તેમ માની બેવડી ખરીદી કરી લૂંટાઈ રહ્યા હોવાની વાસ્તવિકતા સપાટી ઉપર આવી છે. અહીંના આનંદનગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ રોડ પર આવેલ શ્રી સાંઈ પાન પાર્લર ના માલિક દ્વારા પાન મસાલા ની પડીકી સહિત ની વસ્તુઓ નું કાળા બજાર કરતો હોવાની જાણ સત્ય ડે ની ટીમ ને થઈ હતી ત્યારબાદ સત્ય ડે ની ટીમ દ્વારા જાતે સ્થળ પર જઇ ને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં વિમલ પડીકી જે 5 રૂપિયા માં વેચાય છે તેની કિમંત 15 રૂપિયા, 5 રૂપિયા ની પાનવિલાસ ના 15 રૂપિયા,7 રૂપિયા ની આર.એમ.ડી. ના 25 રૂપિયા અને મીરાજ તમાકુ જે 5 રૂપિયા ની મળે છે તેના 40 રૂપિયા લેખે લેવામાં આવી રહ્યા હોવાનું સત્ય ડે ના કેમેરા માં કેદ થઈ જતા લોકો માં એ પ્રશ્ન ઉભો થયો છે કે લોકડાઉન ની સ્થિતિ હતી ત્યારે પણ પાનમસાલા ના કાળા બજાર થતા હતા અને આજે સરકાર દ્વારા છૂટ આપવા છતાં આવા કાળા બજારીયાઓ હજુ બંધ થયા નથી.આ બાબત ને લઈ ને સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળેલ કે અમારા દ્વારા ગલ્લા ના માલિક ને કહેવામાં આવ્યું કે ભાઈ કેમ તમે ભાવ કરતા વધારે રૂપિયા લો છો તો તેણે જણાવેલ કે અમારે છેક ઉપર સુધી પૈસા આપવા પડે છે.એટલે આજ ભાવે વસ્તુઓ મળશે જેથી તમારે લેવી હોય તો લો નહીંતો રહેવા દો.આ બાબત ને લઈ ને ગલ્લા વાળો માલિક એવા તો શું ધંધા કરી રહ્યો છે કે તેને છેક ઉપર સુધી પૈસા આપવા પડે છે.ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન ના પોલીસ પર સવાલો ઉઠવા પામ્યા છે કે ગલ્લા ની સામે ની બાજુ જ પોલીસ નો પોઇન્ટ મુકવામાં આવ્યો છે તેમ છતાં ગલ્લા વાળો માલિક બિન્દાસ્ત પણે પાનમસાલા નું કાળા બજારી કરી રહ્યો છે.