અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર પુલ નીચે જે શાકભાજી નો ધંધો કરતા ગરીબ ફેરિયા ને રિવરફ્રન્ટ માં જગ્યા ફાળવવા માં આવી હતી કે જેથી આ કોરોના જેવી મહામારી વચ્ચે પણ ગરીબ પરિવારો પોતાનું ગુજરાન ચલાવી શકે પરંતુ અહીં તો કઈક અલગ જ પરિસ્થિતિ ઉભી થઇ હતી.અહીં ધંધો કરતા નાના ગરીબ પરિવારો દ્વારા આજે સવારે હોબાળો મચાવ્યો હતો અને જણાવ્યું હતું કે અહીં જે મોટા હોલસેલ ના વેપારીઓ છે તેમની પાસેથી 5000 રૂપિયા ના હપ્તા લઈ ને હોલસેલ ના વેપારીઓ ને બેસવા દેવામાં આવે છે અને પોલીસ અને કોર્પોરેશન ની મિલીભગત થી નાના ગરીબ પરિવારો ને પરેશાન કરી ને આજે ધંધો બંધ કરાવી દેવાતા તંત્ર સામે સવાલો ઉભા થવા પામ્યા છે.આ હોબાળો થતા જ જમાલપુર ના સ્થાનિક કાર્યકર જે આ ગરીબો માટે રાત દિવસ લડી રહ્યા છે તેમને જાણ થતાં જ સ્થાનિક કાર્યકર નીતિન વાઘેલા સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસ અને કોર્પોરેશન ના અધિકારીઓ ની ઝાટકણી કરી હતી અને તે પોતે પણ આ ગરીબો સાથે આંદોલન કરવા બેસી ગયા હતા.સ્થાનિક પાથરણાવાળાબને સ્થાનિક કાર્યકર નીતિન વાઘેલા એ સત્ય ડે ની ટીમ સાથે વાત કરતા જણાવેલ કે આગામી દિવસો માં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોર્પોરેશન નો ઘેરાવો કરવા માં આવશે
બુધવાર, મે 7
Breaking
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો