દેશભરમાં હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે એકતરફ અમદાવાદ માં પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે ત્યારે સરકાર દ્વારા કરાયેલી મોટી મોટી જાહેરાતો અને આટલા બેડ ની હોસ્પિટલ તાત્કાલિક ધોરણે ઉભી કરી એવા દાવા કરાય છે પણ હોસ્પિટલ દ્વારા સુવિધા શુ અપાય છે એની ચકાસણી કરી કોઈ કરતું નથી તેથી દર્દીઓ ની હાલત કફોડી બની છે. તાજેતર માં જ પોલીસ કર્મચારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ની સુવિધા ના અભાવ નો વીડિયો વાયરલ કરતા જ ડીજીપી સહિત ના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક સુવિધા મળી રહે તે માટે સરકાર ને રજુઆત કરવા માં આવી હતી અને તે ઘટના બાદ વધુ 25 કોરોનાપોઝીટીવ દર્દીઓ આખી રાત બેડ વગર રઝડયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે સત્ય ડે ની ટીમ દ્વારા 700 કરોડ ના ખર્ચે બનાવવા માં આવેલ એસ.વી.પી.હોસ્પિટલ ની ઘોર બેદરકારી નો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં મણિનગર ખાતે રહેતા યુવાને હોસ્પિટલમાં ચાલતી બેરદકારી ને કેમેરા માં કેદ કરી હતી જે અત્રે પ્રસ્તુત કરીએ છીએ આપ પણ જોઈ થઈ જશો હેરાન