ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો દારુ પીધાનો એફએસએલ રિપોર્ટ પોઝીટીવ આવતા આજે તેઓ ગાંધીનગરમાં આવેલી ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસ સ્ટેશનમાં તેમની ધરપકડ બતાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પહેલા ઈસુદા ગઢવીએ ભાજપ પર આરોપ મૂક્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. ઈસુદાને ગુજરાત ભાજપના પ્રુમુખ સીઆર પાટીલ પર એફએસએલ રિપોર્ટ બદલવાનો આરોપ મૂક્યો હતો.
ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં તેમણે પોતાનાં રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું જણાવીને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોવાનો વળતો આક્ષેપ કર્યો છે. સાથે પોતે ક્યારેય દારૂ નહીં પીધો હોવાનાં માતા મોગલનાં સોગંધ ખાઈને આ માટે પોતાનો લાઈ ડિટેક્ટર કે બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.
આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે પોતાનાં રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું જણાવીને ભાજપ અધ્યક્ષ પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોવાનો વળતો આક્ષેપ કર્યો છે. સાથે પોતે ક્યારેય દારૂ નહીં પીધો હોવાનાં માતા મોગલનાં સોગંધ ખાઈને આ માટે પોતાનો લાઈ ડિટેક્ટર કે બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.