નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આજે શરૂ થઈ. 75 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, 6 નગરપાલિકાઓની પેટાચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી આજે યોજાશે. જેમાં જાફરાબાદ નગરપાલિકાની તમામ 28 બેઠકો બિનહરિફ થયા છે. ધોરાજીની 1, ધંધુકાની 2, રાપરની
75 નગરપાલિકાની 2064 બેઠકો પર સામાન્ય ચૂંટણી અને 7 બેઠકોની પેટાચૂંટણી ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના 1 વોર્ડની ચૂંટણી યોજાશે. 75 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 10.15 લાખ પુરૂષો, 9.49 લાખ સ્ત્રીઓ મતદારયાદીમાં સમાવિષ્ટ છે. જ્યારે પ્રસંગોપાત ખાલી પડેલી નગરપાલિકા પેટાચૂંટણીમાં 13 હજાર પુરૂષો અને12 હજાર સ્ત્રીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ 4 માટે 25 હજાર પુરૂષો અને 21 હજાર સ્ત્રીઓનો મતદારયાદીમાં સમાવેશ થાય છે.
ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની સંખ્યા
પક્ષ | નગરપાલિકા સામાન્ય ચૂંટણી | નગરપાલિકા પેટા ચૂંટણી | રાજકોટ મ.ન.પા. |
ભા.જ.પ. | ૧૯૩૪ | ૭ | ૧ |
કોંગ્રેસ | ૧૭૮૩ | ૭ | ૧ |
અન્ય | ૫૨૩ | ૧ | ૧ |
અપક્ષ | ૧૭૯૩ | ૪ | ૨ |