મહારાષ્ટ્રના રાયગઢમાં 5 માળની બિલ્ડિંગ પડી ગઈ હતી. સોમવારે સાંજે પડેલી બિલ્ડીંગમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 5 વર્ષના બાળકને બચાવી લેવામાં આવ્યુ છે. NDRF ના ડેપ્યુટી કમાન્ડેંટે જણાવ્યુ હતુ કે, બાળકની તબીયત સારી છે અને સ્વસ્થ છે. NDRF ના અધિકારીએ જણાવ્યુ હતુ કે, બાળક એક કિનારે ડુબેલો હતો. NDRF ના બે જવાબ જ્યારે કાટમાળને હટાવી રહ્યા હતા ત્યારે એક કિનારે બાળકને જોયો હતો. ફરી તેને બહાર કાઢવામાં આવ્યો અને હોસ્પીટલ મોકલી દેવામાં આવ્યો છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યુ છે.
પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે મહારાષ્ટ્રમાં મોટો અકસ્માત થયો છે. રાયગઢ જિલ્લાના મહાડમાં સોમવારે સાંજે પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં ઘણા લોકો ફસાય હોવાની આશંકા છે. જો કે, લોકોની વાસ્તવિક સંખ્યા હજી જાણી શકી નથી. આ ઘટના કાજલપુરા વિસ્તારની છે. હાલમાં બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને લોકોને કાટમાળમાંથી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઈમારત લગભગ 10 વર્ષ જૂની
પ્રાથમિક માહિતી અનુસાર, રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં તારિક ગાર્ડન નામની આ પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં કાટમાળમાં આશરે 200 લોકો ફસાય હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા પૂણેથી એનડીઆરએફ (રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ) ની બે ટીમો સ્થળ પર રવાના થઈ છે. આ દુર્ઘટનાગ્રસ્ત ઈમારત લગભગ 10 વર્ષ જૂની હતી. આ પાંચ માળની ઈમારતમાં લગભગ 50 ફ્લેટ હતા. જેમાં 200થી 500 લોકોના ઘર હતા. જેસીબી સ્થાનિક લોકોની મદદથી ફાયરબ્રિગેડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 15 લોકો ઘાયલ થયા હોવાની ખબર આવી રહી છે. સાંજે 7 કલાકની આ ઘટના છે. 70થી 80 લોકો દબાયા હોવાની વિગતો આવી રહી છે. મુંબઈ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ ત્યાં 4થી 5 કલાકથી જહેમત ઉઠાવી રહી છે. હાલમાં ત્યાં લોકલ પોલીસ પણ પહોંચી ગઈ છે.