હિંદ મહાસાગરમાં એવો જીવ મળી આવ્યો છે જે કોકરોચ જેવું લાગે છે પરંતુ તેના પગ વધારે છે અને તે કદમાં અનેકગણું મોટું છે. જમીન પર ચાલતા કોકરોચના 6 પગ છે. જ્યારે, આ દરિયાઇ વંદાના 14 પગ છે. સિંગાપોરના સંશોધનકારોએ હિંદ મહાસાગરમાં પ્રથમ વખત આ પ્રજાતિનો દરિયાઇ વંદો શોધી કાઢ્યો છે તેને જાયન્ટ સી કોકરોચ અથવા ડીપ સી કોકરોચ કહેવામાં આવે છે. આ 14 પગવાળા દરિયાઈ વંદાનું જૈવિક નામ બાથિનોમસ રક્સાસા છે. આ કોકરોચને વર્ષ 2018માં ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવામાં બાનટેન કિનારે જોવામાં આવ્યો હતો. તે પછી તે ક્યારેય દેખાયો નથી. પછી હમણાં જ દેખાયો. આ દરિયાઇ વંદાને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર અને ઈન્ડોનેશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ રિસર્ચ સેન્ટર ઓફ ઓશિયાનોગ્રાફીના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે શોધ્યો છે. વૈજ્ઞાનિકો તેને સ્ટાર વોર્સ ફિલ્મ સિરીઝના ડાર્થ વેડર પાત્રના નામે બોલાવે છે. તે દરિયાઇ આઇસોપોડની પ્રજાતિનો ક્રસ્ટેસિયન જીવ છે. તે જમીનના વંદા જેવો જ લાગે છે. બાથિનોમસ રાક્સાસાની નજીક દરિયાઇ જાતિઓમાં કરચલા અને ઝીંગા જોવા મળે છે. તેમનું કદ 50 સેન્ટિમીટર સુધી વધી શકે છે. તેઓ સમુદ્ર વિજ્ઞાનની દુનિયામાં અત્યાર સુધીમાં બીજા નંબરના આઇસોપોડ છે.
Tuesday, May 7