કેલિફોર્નિયાથી તાજેતરમાં એક કાચબાની તસવીર બહાર આવી છે. આ તસવીર સોશ્યલ મિડીયા પર આવતાની સાથે જ વાયરલ થવાની શરૂઆત થઈ અને ભલ ભલા લોકોને દંગ રહી ગયા હતા. આ ફોટો બેબી ટર્ટલનો છે, જે દેખાવમાં અલગ છે. રસપ્રદ વાત એ છે કે આ કાચબાના બે હાથ છે. તેના રૂપથી બધાને આશ્ચર્ય થયું.
ખરેખર, આ કાચબાનો ફોટો એક એનજીઓ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે વાયરલ થવા લાગ્યો હતો. આ ફોટો 28ઓગસ્ટના રોજ બધાની સામે આવ્યો હતો. આનો ઉલ્લેખ કરતાં એનજીઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “મને લાગે છે કે ઘણી વ્યસ્તતા વચ્ચે આપણે તેનું ધ્યાન ખેંચ્યું.” તે અન્ય પ્રાણીઓ કરતાં દુર્લભ છે. જો કે અમે તેને અન્ય પ્રાણીઓ સાથે સમુદ્રમાં છોડી દીધું.