અમદાવાદ: મંગળવારના રોજ Amazon.in દ્વારા ગુજરાતમાં તેનું બીજું ફુલફિલમેન્ટ સેન્ટર (FC) શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 3,50,000થી વધુ ક્યુબિક ફીટ સંગ્રહની જગ્યા સાથે 1,20,000 ચોરસફીટમાં પથરાયેલું આ નવું ફુલફિલમેન્ટ સેન્ટર અમદાવાદ નજીક ભાયલા ગામમાં હોઈ હજારો નાના અને મધ્યમ વેપારોને ડિજિટલ અર્થવ્યવસ્થાની વૃદ્ધિનો લાભ લેવા અને વ્યાપક ગ્રાહક મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થશે. આ FC Amazon.in સાથે ગુજરાતમાં હવે બે FC છે, જે પ્રદેશમાં ગ્રાહકોને ઝડપી ડિલિવરી માટે 4,50,000 ક્યુબિક ફીટની સંગ્રહ જગ્યા ધરાવે છે. આ વર્ષ માટે હાલમાં જાહેર કરાયેલાં સાત ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આ એક છે. અમેઝોન તહેવારની મોસમ શરૂ થાય તે પૂર્વે ભારતમાં 41 સંપૂર્ણ કાર્યરત ફુલફિલમેન્ટર સેન્ટર ધરાવશે.
આ લોન્ચના અવસરે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘અમેઝોન ઈન્ડિયાનું ગુજરાતમાં તેના બીજા ફુલફિલમેન્ટ સેન્ટર શરૂ કરવા સાથેનું નવું રોકાણ ગુજરાતમાં વિશાળ વૈશ્વિક ઉદ્યોગોનો વધતો રસ આલેખિત કરે છે. એફસી હજારો નાના અને મધ્યમ ઉદ્યોગોને સ્થાનિક નિર્મિત પ્રોડક્ટો વેચવામાં મદદરૂપ થશે, જે દેશ અને વિદેશમાં આસાનીથી ગ્રાહકોને સેવા આપવામાં મદદરૂપ થશે. ઉપરાંત રાજ્યમાં સંલગ્નિત વેપારો, જેમ કે, પેકેજિંગ, પરિવહન, લોજિસ્ટિક્સ અને હોસ્પિટાલિટીને પણ ગતિ આપશે. અમે વેપાર કરવાની આસાની આપવા અને અમેઝોન.ઈન જેવી કંપનીઓને ગુજરાતમાં તેનું વિસ્તરણ કરવા માટે મદદરૂપ થવા વચનબદ્ધ છીએ.’
‘ભારત લેવેચ કરે છે તે પદ્ધતિમાં પરિવર્તન લાવવાના ધ્યેય સાથે અમે વિક્રેતાઓ અને ખરીદદારોને પણ ઉત્કૃષ્ટ અનુભવ આપવા માટે અમારી ક્ષમતાઓનું વિસ્તરણ કરવા માટે સતત રોકાણ કરી રહ્યા છીએ. ગુજરાતમાં બીજું ફુલફિલમેન્ટ સેન્ટર શરૂ કરવા સાથે અમે વન- ડે અને ટુ-ડે ડિલિવરી સાથે અમારા મુખ્ય ગ્રાહકોને વધુ ઉત્તમ રીતે સેવા આપી શકીશું એવું ભારપૂર્વક માનીએ છીએ. ઉપરાંત અમારા વિક્રેતાઓ માટે નવું એફસી હજારો નાના અને મધ્યમ ઉદ્યોગોને ઓછા વેરિયેબલ ખર્ચ સાથે તેમનો ઉપલો મૂડીખર્ચ ટાળવા, ફક્ત તેઓ ઉપયોગ કરે અને તેટલી જ સંગ્રહ જગ્યા અને અમે પરિપૂર્ણ કરીએ તે ઓર્ડરો માટે જ ચુકવણી કરવા સાથે નાણાં બચાવવામાં મદદરૂપ થાય છે,’ એમ અમેઝોન ઈન્ડિયાના ઈન્ડિયા કસ્ટમર ફુલફિલમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ અખિલ સકસેનાએ જણાવ્યું હતું.
સકસેનાએ ઉમેર્યું હતું કે અમારું ફુલફિલમેન્ટ સેન્ટર સ્થાનિક એસએમઈને તેમની પ્રોડક્ટો લાખ્ખો ગ્રાહકોને વેચવા માટે મંચ આપશે અને તેમના વેપારોની નવી ઊંચાઈએ લઈ જશે. ગુજરાતના 22,000થી વધુ વિક્રેતાઓ સાથે રાજ્યમાં વિક્રેતાઓ દ્વારા તાત્કાલિક ડિલિવરી માટે ઓફર કરાતી પસંદગીઓ ગત વર્ષની તુલનામાં આ વર્ષે 100 ટકાથી વધુ વૃદ્ધિ પામી છે.
અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ ફુલફિલમેન્ટ સેન્ટર થકી Amazon.in ફુલફિલમેન્ટ બાય અમેઝોન (FBA) થકી ગ્રાહકોને આનંદિત અનુભવ પૂરો પાડશે. FBAનો ઉપયોગ કરો ત્યારે ભારતભરના વિક્રેતાઓ તેમની પ્રોડક્ટો અમેઝોન એફસી પર મોકલે છે અને ઓર્ડર આપી દેવાતાં અમેઝોન પિક કરે છે, પેક કરે છે અને ગ્રાહકોને શિપ કરે છે, જેને લીધે વિક્રેતાઓ વતી ગ્રાહક સેવા અને રિટર્ન્સનું ધ્યાન રાખવામાં આવે છે. વિક્રેતાઓ પાસે અમેઝોન દ્વારા પરિપૂર્ણ કરવા માગે તે અનેક પ્રોડક્ટોની પસંદગી કરવાની પણ હંમેશાં સાનુકૂળતા રહે છે અને તે અનુસાર તેઓ તેમના વેપારની આવશ્યકતાઓને વધારી શકે છે.
www.amazon.in પર અને અમેઝોન મોબાઈલ શોપિંગ એપ પર ગ્રાહકોને સેંકડો શ્રેણીઓમાં 100 મિલિયન પ્રોડક્ટોને આસાન અને સુવિધાજનક પહોંચ મળે છે. તેમને અમેઝોન એ-ટુ- ઝેડ ગેરન્ટી દ્વારા સુરક્ષિત અને સંરક્ષિત ઓર્ડર કરવાનો અનુભવ, સુવિધાજનક ઈલેક્ટ્રોનિક પેમેન્ટ્સ, કેશ ઓન ડિલિવરી, અમેઝોનનો 24×7 કસ્ટમર સર્વિસ સપોર્ટ અને વૈશ્વિક સ્તરે માન્યતા અને વિસ્તૃત 100 ટકા ખરીદી રક્ષણ મળે છે.