કોરોના વાયરસ સામે લડી રહેલા દેશ ના વોરિયર્સ નો જુસ્સો વધારવા માટે અને કોરોના નો ઈલાજ કરી રહેલ દેશ ભરની હોસ્પિટલો પર વિમાનો અને હેલિકોપ્ટર થી ફૂલો ની વર્ષા કરવા આવી હતી જેમાં એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા એસ.વી.પી હોસ્પિટલ ઉપર જ્યારે ‘સારે જહાંસે અચ્છા હિન્દુસ્તાન હમારા ‘ની ધૂન સાથે આકાશ માંથી ફૂલો ની વર્ષા થઈ ત્યારે તબીબો , કોરોના પેશન્ટ નો જુસ્સો બમણો થવા સાથે ભાવવિભોર બની ગયા હતા ,આજે સવારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ વરસાવીને કોરોના વોરિયર્સ ના જંગ ને બિરદાવ્યો હતો.
કોરોના ના હોસસ્પોટ ગણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઈરસના અનેક દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને મોત ને મુઠ્ઠી માં લઇ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી કોરોના સામે ફાઈટ કરી રહ્યા છે. ત્યારે તેમની આ સેવાના સન્માન રૂપે ભારતીય વાયુસેનાની આ પુષ્પ વર્ષાએ તેમના સેવા જુસ્સાને બુલંદ બનાવ્યો હતો. હાલ યુદ્ધ જેવી કટોકટી ની પળો માં જંગ લડતા તબીબો નો આ સન્માન થી જુસ્સો વધી ગયો છે.