અમેરિકામાં યુ ટયુબ સ્ટાર લોગાન પોલ અને કેસએઆઇએ એક પ્રાઇમ એનર્જી ડ્રિંક લોન્ચ કર્યુ. જેને ખરીદવા માટે કિશોરો ઉપરાંત વયસ્કોમાં પણ ઝનૂન ફેલાયું હતું. આથી નાની, મોટી દુકાનોમાં આ કોલ્ડ ડ્રિંક ખરીદવા લાંબી કતારો જામતી હતી. ડ્રિકની શોર્ટેજ જોઇને કેટલાક દુકાનદારોએ પોતાના સ્ટોર્સ બંધ કરીને કોલ્ડ ડ્રિંકનો સ્ટોક કરવા માંડયો હતો. જેથી શોર્ટેજના સમયમાં વધુ કિંમતે વેચી શકાય. આ ડ્રિેક કિશોરોમાં ડ્રિકં સ્ટાઇલ સિમ્બોલ બન્યું હતું. જેથી મોટાભાગના કિશોરો ડ્રિંકની ખાલી બોટલો પણ એકઠી કરીને ઘરમાં રાખતા હતા.
૧૦ વર્ષીય ચાર્લી સ્મિથ અન્ય બાળકોની જેમ કોલ્ડ ડ્રિંક પીવાનો શોખીન હતો. તેણે ડ્રિંકની શોર્ટેજ જોઇને તરકીબ વિચારી. જેમાં તે ૧.૯૯ પાઉન્ડમાં ડિં્કની બોટલ ખરીદતો હતો અને ખાલી બોટલ ઇબે પોર્ટલ પર વેચી દેતો હતો. કમાણીના નાણાં તે સીધા તેની માતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવતો હતો. કારણ કે એનર્જી ડ્રિંક ખરીદવા તેની માતા નાણાં આપતી હતી. શરુઆતમાં તેણે એનર્જી ડ્રિંકની પ બોટલો વેચી અને ૧ર પાઉન્ડ કમાયો. મતલબ કે ડ્રિંક ખરીદવા ખર્ચ કરેલ ૧૦ પાઉન્ડની સામે ૧ર પાઉન્ડ મળ્યા. આ તરકીબ ચાર્લી સ્મિથને ફાવી ગઇ. તે પોતાના મિત્રો પાસેથી એક પાઉન્ડમાં બોટલ ખરીદીને ઇબે પોર્ટલ પર વેચી દેતો હતો.
જો કે ચાર્લીના પિતા આ બધું જોઇને પરેશાની અનુભવતા હતા. કારણ કે લોકો ડ્રિંકની ખાલી બોટલ માટે વધુ નાણાં આપવા તૈયાર થતા હતા. આવકના નાણાં ચાર્લી એકઠાં કરતો હતો. તેણે પરિવારને જણાવ્યું કે, તેને નાણાં કમાવવાનું પસંદ છે અને તે મોટો થઇને બિઝનેસમેન બનશે.
જો કે નવાઇની વાત એ પણ છે કે સ્ટેટસ સિમ્બોલ બતાવવા માટે લોકો ભરેલી ડ્રિંક બોટલની કિંમત કરતાં વધુ પાઉન્ડ ચૂકવીને ખાલી બોટલ ખરીદી રહ્યા છે. ચાર્લીએ ફેસબુક માર્કેટ પ્લસ સહિત અનેક પ્લેટફોર્મ પર ખાલી બોટલોનું વેચાણ શરુ કરીને વધુને વધુ પાઉન્ડ કમાઇ રહ્યો છે.