પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલૅન્ડમાં ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના અાજે પરિણામો જાહેર થયા.ત્રિપુરામાં ભાજપ અને ડાબેરીઓ વચ્ચે ટક્કરમાં ભાજપ વલણમાં ભાજપ ઘણો આગળ ચાલી રહ્યો છે. છેલ્લા 25 વર્ષથી ડાબેરીની સરકાર છે.
મેઘાલયમાં શરૂઆતી વલણમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. રાજ્યમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે.
નાગાલૅન્ડમાં ભાજપ ગઠબંધન અને નાગા પીપલ્સ ફ્રન્ટ વચ્ચે કાંટાની ટક્કર છે.
ત્રિપુરામાં વિજયથી ગદગદીત થયા અમિત શાહ કહ્યું – અા જીત 2019ની ચૂંટણીનું ટ્રેલરઅમિત શાહે કહ્યું, દરેક વિજયના આગવા પરિમાણ હોય છે. છતાંય ત્રિપુરાનો વિજય એ તેમના તથા ભાજપના તમામ કાર્યકરો માટે અત્યંત આનંદનો વિષય છે. વિશેષ કરીને કેરળ તથા પશ્ચિમ બંગાળના ભાજપના કાર્યકરો માટે. તેમના આનંદની કોઈ સીમા નથી.આ વિજય સાથે ભાજપ ખરા અર્થમાં ‘અખિલ ભારતીય’ પાર્ટી બની છે.શાહે કહ્યું હતું કે આ વિજય 2019માં ભાજપના વિજયનું ટ્રેલર છે અને પૂર્વોત્તરનો વિકાસ એ ભાજપ સરકારની પ્રાથમિક્તા છે. કર્ણાટકમાં ભાજપનો વિજય થશે અને જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા તથા કેરળમાં ભાજપની સરકાર રચાશે ત્યારે ખરા અર્થમાં પાર્ટીનો ‘સુવર્ણયુગ’ હશે.શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ત્રણેય રાજ્યોમાં નિશ્ચિતપણે ભાજપનો વિજય થશે.