વલસાડ જિલ્લા માંથી ગોવા ખાતે મર્ચન્ટ નેવી ની ટ્રેનીંગ માટે ગયેલા યુવાન લોકડાઉન માં ફસાઇ ગયા બાદ આજસુધી પરત નહિ ફરતા તેમના સ્વજનો માં ચિંતા પ્રસરી ગઈ છેઅને હાલ માં અન્ય રાજ્યો ના લોકો માં વતન તરફ જવાની છૂટ મળતા વલસાડજિલ્લા ના ગોવા માં ફસાયેલા યુવાનો ને પરત લાવવા માટે તેમના સ્વજનો દ્વારા વલસાડ જિલ્લાકલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
ગત ૨૭ ડિસેમ્બરથી નીકળેલા યુવાનો કોરોના ને લઈ લોકડાઉન ડિકલેર થતા ત્યાંજ ફસાઈ ગયા છે અને આજે ચાર મહિના થઈ ગયા છે અને ત્યાંજ ફસાયેલા છે હાલ તેઓ ગોવામાં એકેડેમી હોસ્ટેલની અંદર રહે છે જેઓ પાસે પૈસા પણ ખૂટી જતા ભારે મુસીબતો નો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓનાસ્વજનો દ્વારા આ યુવાનોને વલસાડ પરત પરત લાવવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.