આર્થિક મંદીની વચ્ચે કેન્દ્રની તરફથી રાહતની જાહેરાત થઇ શકે છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે સરકારની તરફથી જીએસટીના દરોમાં ઘટાડાની વાત કહી છે. જીએસટી દરોમાં ઘટાડાથી મંદીનો સૌથી વધુ માર ઝીલી રહેલા ઓટો સેકટરને રાહત મળવાની આશા છે.
ઓટો સેકટરની તરફથી સરકારને સતત જીએસટી દરોમાં ઘટાડો કરવાની માંગણી કરાઇ રહી છે. કેન્દ્રીય મંત્રી મેઘવાલે કહ્યું કે દિવાળી આવવાની છે. મેઘવાલે આ વાત ઓટો કંપોનન્ટ મેન્યુફેકચર્સના મંચ પરથી કહી. ઓટો સેકટર 28 ટકા જીએસટી દરમાંથી ઘટાડો કરીને 18 ટકા કરે તેની માંગણી કરી રહ્યું છે.
જો સરકાર ઑટો સેકટરની માંગણી માની લે છે તો તેનાથી ઓટો સેકટરની સાથે કાર ખરીદનારા લોકોને પણ ભાવમાં ઘટાડાનો ફાયદો મળશે. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઓટો સેકટરની તરફથી જીએસટી દરોમાં ઘટાડાની માંગણી પર વિચાર કરાશે.
નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ સંબંધમાં ઓટો કંપનીઓ સાથે વાતચીત કરાઇ રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારની તરફથી ઇન્ડસ્ટ્રીઝમાં માંગ વધારવા માટે ઉપાયોની જાહેરાત કરાશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે અમને ઉદ્યોગોની ખરાબ સ્થિતિ અંગે માહિતી છે.